Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

કર્ણાટક ચૂંટણી બાદ કેરળ ટૂરિઝમનું ‘ ટ્વીટ' થી ફરી યાદ આવી ધારાસભ્યોની રિસોર્ટ પોલિટિક્સ

 

નવી દિલ્હી: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા છે તેમાં કોઈ પક્ષને બહુમતી મળી નથી જોકે સત્તા મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ-જેડીએસ વચ્ચે દાવપેચ ચાલી રહ્યા છે. દરમિયાન કેરળ ટૂરિઝમના સત્તાવાર હેન્ડલ પરથી એક એવું ટ્વીટ કરવામાં આવ્યું છે કે, જેના રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે.

   કેરળ ટૂરિઝમે લખ્યું છે કે, ઉતાર-ચડાવભરી ચૂંટણીબાદ અમે બધા ધારાસભ્યોને કેરળના સુરક્ષિત અને સુંદર રિસોર્ટમાં આમંત્રિત કરીએ છીએ.

   હકીકતમાં સીધી રીતે જોવા પર ટ્વીટને તદ્દન સહજ છે, પરંતુ તેમાંરિસોર્ટ પોલિટિક્સને જોડી દેવામાં આવે તો રાજકીય સંદેશ પણ જોવા મળે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે હોર્સટ્રેડિંગથી બચવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને બેંગલુરુમાં પોતાના નેતા શિવકુમારના રિસોર્ટમાં રાખ્યા હતા. હવે કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભા બનવા જઈ રહી છે. બીજી તરફ, કોંગ્રેસે જેડીએસને સમર્થન આપવાની જાહેરાત પણ કરી છે. એક તરફ ભાજપે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે, તો બીજી તરફ કોંગ્રેસ-જેડીએસએ પણ સરકાર રચવા દાવો કર્યો છે .

    જો રાજ્યપાલ સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપે સરકાર બનાવવા આમંત્રિત કરે છે તો વિધાનસભામાં બહુમતિ સાબિત કરવી પડશે. કર્ણાટકમાં એવી રાજકીય સ્થિતિ ઊભી થતી જોવા મળી રહી છે કે, અહીં ધારાસભ્યો પર દાવ લગાવાઈ શકે છે અને સોદાબાજીની પણ આશંકા છે. એવામાં કેરળ ટૂરિઝમનું ટ્વીટ જોઈનેરિસોર્ટ પોલિટિક્સની તો યાદ આવી રહી છે.

(12:00 am IST)