Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

કેનેડામાં વસવાનું સપનુ સાકાર થવાનું હવે સહેલું બન્યું : 90000થી વધુ નાગરિકોને PR વિઝા આપવાની જાહેરાત

2017થી 2019ના સમયમાં કેનેડા અભ્યાસ અર્થે કે નોકરી માટે ગયેલા સેંકડો ભારતીયોને તેનો લાભ મળી શકશે

નવી દિલ્હી : કેનેડામાં વસવાનું સપનુ સાકાર થવાનું હવે સહેલું બન્યું છે. કેનેડાના ઇમેગ્રેશનમંત્રીએ પહેલેથી જ ત્યાં અભ્યાસ કરનાર અને વર્ક પરમિટ પર કામ કરી રહેલા એવા 90000થી વધુ નાગરિકોને Canada PR visa આપવાની જાહેરાત કરાઇ છે. એટલે 2017થી 2019ના સમયમાં કેનેડા અભ્યાસ અર્થે કે નોકરી માટે ગયેલા સેંકડો ભારતીયોને તેનો લાભ મળી શકશે.

માર્કો ઇએલ મેન્ડિસિનો કેનેડાના ઇમેગ્રેશન ઉપરાંત શરણાર્થી અને નાગરિક બાબતોનો પણ હવાલો સંભાળે છે. તેમના જણાવ્યા મુજબ જેઓ પહેલાથી જ કેનેડામાં રહી રહ્યાં છે. તેમજ જેમની પાસે આ મહામારી સામે લડવાની અને કેનેડાની આર્થિક સ્થિતિને ફરી વેગ આપવા માટે જરૂરી કુશળતા અને અનુભવ છે

 

કેનેડા ગવર્મેન્ટના ઓથોરાઈઝ્ડ ઈમિગ્રેશન એક્સપર્ટ પાર્થેશ ઠક્કરે નવી ઈમિગ્રેશન પોલિસી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ નવી પોલિસી એમના માટે જ છે કે જે અત્યારે કેનેડામાં છે. જેમણે કેનેડામાં બે વર્ષ કરતા વધારે અભ્યાસ પૂરો કર્યો હોય તેઓ સીધા જ PR માટે અરજી કરવાની યોગ્યતા ધરાવે છે.

સરકારી નીતિના કેન્દ્રમાં હોસ્પિટલો અને લાંબા ગાળાના કેર હોમ્સમાં કાર્યરત કામચલાઉ કામદારો અને અન્ય આવશ્યક ક્ષેત્રોના મોરચાઓ પર તેમજ આંતરરાષ્ટ્રીય સ્નાતકો કે જેઓ આવતીકાલના અર્થતંત્રને આગળ ધપાવનારા લોકો છે.

મંત્રીના જણાવ્યા મુજબ, આ ખાસ વ્યવસ્થા માટે તેઓ જ માન્ય છે જેમને કેનેડાના હેલ્થ કેર પ્રોફેશનમાં 1 વર્ષનો અનુભવ હોય અથવા અન્ય પ્રી-અપ્રુવ જરૂરી વ્યવસાયમાં કામનો અનુભવ હોય. આ ઉપરાંત ઈન્ટરનેશનલ ગ્રેજ્યુએટ્સે છેલ્લા 4 વર્ષમાં અને જાન્યુઆરી 2017 પછી કોઈ કેનેડિયન પોસ્ટ-સેકન્ડરી પ્રોગ્રામ પૂર્ણ કર્યો હોવો જોઈએ.

 

આના માટે 6 મે 2021થી અસરકારક રીતે, ઇમિગ્રેશન, રેફ્યુજીઝ અને સિટિઝનશિપ કેનેડા (આઇઆરસીસી) નીચેની 3 સ્ટ્રીમ્સ હેઠળ અરજીઓ સ્વીકારવાનું શરૂ કરાશે. આ સ્ટ્રીમ 5 નવેમ્બર, 2021 સુધી અથવા તેની મર્યાદા સુધી પહોંચ્યા ત્યાં સુધી ખુલ્લી રહેશે. આ 3 માધ્યમો હેઠળ 90,000 જેટલા નવા કાયમી રહેવાસીઓને પ્રવેશ આપવામાં આવશે.

કેનેડાની સત્તાવાર ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે, ફ્રેન્ચ બોલતા અથવા દ્વિભાષી ઉમેદવારો માટે ઇનટેક કેપ્સ વિના 3 વધારાની સ્ટ્રીમ પણ શરૂ કરાઈ છે. ફ્રેન્ચ બોલતા અને દ્વિભાષીય નવા ઉમેદવારો આવવાથી કેનેડામાં રહેતા અને ફ્રેન્ચ જાણતા સમુદાયોને ફાયદો થાય છે, તેમજ તેનાથી ફ્રેન્કોફોન લઘુમતી સમુદાયોના જીવનશક્તિમાં પ્રોત્સાહન મળે છે.

મહામારી સામેની લડત જેમ જેમ વધુને વધુ લાંબી ચાલી રહી છે, તેમ તેમ ઇમિગ્રેશનની મુશ્કેલીઓ વધશે કે જે આપણા અર્થતંત્રને રિકવર કરવા માટે લેબર શોર્ટેજ તેમજ વર્કફોર્સની ખેંચ વધુ ઘેરી બનાવશે.

(8:37 pm IST)