Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

ટેસ્લા ભારતમાં ફેક્ટરી લગાવી કારનું કરશે પ્રોડક્શન : બેંગલુરૂ, દિલ્હી અને મુંબઇથી માર્કેટિંગ શરૂ કરશે : નીતિન ગડકરીએ એલન મસ્કને આપી સલાહ

કેન્દ્રીય મંત્રીએ ટેસ્લાને સલાહ આપતા કહ્યુ કે તે બીજા દેશોના મુકાબલે અહીથી વાહનોનું નિર્માણ કરો છો તે તેની માટે આર્થિક રીતે વ્યવહારીક હશે

નવી દિલ્હી : કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ અમેરિકાની જાણીતી કાર નિર્માતા કંપની ટેસ્લાને ભારતમાં પોતાનું ઉત્પાદન શરૂ કરવાનો આગ્રહ કર્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે આગામી કેટલાક મહિનાની અંદર જ ટેસ્લા ભારતમાં પોતાની ફેક્ટરી લગાવીને કારનું પ્રોડક્શન શરૂ કરી દેશે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ કે ભારતમાં જે રીતે ઇલેક્ટ્રિક વાહનો માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જેને જોતા વિજળીથી ચાલતી કાર બનાવનારી ટેસ્લા માટે ભારતમાં કારખાનું લગાવવાની એક સારી તક છે. સાથે જ તેમણે એમ પણ કહ્યુ કે ટેસ્લા જો અહી પોતાનું કેન્દ્ર સ્થાપિત કરવા માંગે છે તો આ ટેસ્લા માટે આર્થિક મોર્ચા પર વ્યવહારીક પગલુ હશે.

ટેસ્લાને ભારતમાં કેન્દ્ર સ્થાપિત કરવાની વાતને તેમણે ભારતીય બજાર માટે સારૂ ગણાવતા કહ્યુ કે ભારતીય ઉત્પાદનમાં સતત થઇ રહેલા સુધારને જોતા આવનારા બે વર્ષની અંદર ભારત ટેસ્લાના સ્તર ધરાવતા વાહન બનાવવાની સ્થિતિમાં આવી જશે.

 

કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યુ કે જો તમે બીજે ક્યાક ઉત્પાદન કરી અહી વેચવા માંગો છો તો આ તમારી ઇચ્છા પર નિર્ભર કરે છે જેની માટે તમે પુરી રીતે સ્વતંત્ર છો પરંતુ જો તમે અહી વિનિર્માણ કરો છો તો અમે તમારી પુરી મદદ કરીશું.

કેન્દ્રીય મંત્રીએ ટેસ્લાને સલાહ આપતા કહ્યુ કે તે બીજા દેશોના મુકાબલે અહીથી વાહનોનું નિર્માણ કરો છો તે તેની માટે આર્થિક રીતે વ્યવહારીક હશે, તેમણે કહ્યુ કે ટેસ્લા શરૂઆતના તબક્કામાં ભારતના ત્રણ મુખ્ય શહેરોમાં બેંગલુરૂ, દિલ્હી અને મુંબઇથી માર્કેટિંગ શરૂ કરવા માંગે છે.

નીતિન ગડકરીએ પોતાના સંબોધનમાં આ વાતનો વિશેષ રીતે ઉલ્લેખ કર્યો કે આવનારા પાંચ વર્ષની અંદર ઇલેક્ટ્રિક વાહનોના ક્ષેત્રમાં વિશ્વના સૌથી મોટા ઉત્પાદક દેશ બનાવવાની ક્ષમતા ભારતમાં છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ સંબોધન બાદ ભારતમાં ટેસ્લા કારનું કારખાનું લગાવવાની ચર્ચા વધુ ઝડપી બની ગઇ છે.

ટેસ્લા પોતાની મોડલ 3 કારને સૌથી પહેલા ભારતમાં ઉતારી શકે છે જેના વિશે હજુ સુધી કોઇ ઓફિશિયલ જાહેરાત કરી નથી. નીતિન ગડકરીના પ્રસ્તાવ બાદ તેના ભારતમાં લોન્ચ થવાની તારીખ નજીક આવતી જોવા મળી રહી છે. ટેસ્લાની મોડલ 3 ઇલેક્ટ્રિક કારની કિંમત અમેરિકામાં 36,490 ડૉલર રાખવામાં આવી છે, જેને જો ભારતીય કિંમતમાં જોઇએ તો આ રકમ લગભગ 27 લાખ રૂપિયા થાય છે.

ટેસ્લાની મોડલ 3 ઇલેક્ટ્રિક કારની સૌથી મોટી ખાસિયત છે તેની સ્પીડ. ઇલેક્ટ્રિક થવા છતા આ કાર 3.1 સેકન્ડના સમયમાં 0થી 100ની સ્પીડ પકડી શકે છે. આ કારની ટોપ સ્પીડની વાત કરીએ તો આ 162 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે. બસ આટલુ જ નહી એક વખત ફુલ ચાર્જ કર્યા બાદ આ 500 કિલોમીટરનું અંતર કાપી શકે છે.

ટેસ્લા ભારતમાં તેનું ઉત્પાદન શરૂ કરવાની છે, જેનો પ્રથમ પ્લાન્ટ બેંગલુરૂમાં બનશે. ટેસ્લાના આ પ્લાન્ટથી 2.8 લાખ લોકોને રોજગાર મળશે.

(8:35 pm IST)