Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

કોરોના વાયરસ મુખ્ય રીતે હવા દ્વારા ફેલાય છે. આંકલનમાં મળ્યા તેના પાક્કા પુરાવા : લાંસેટ

કોઇ સંક્રમિત વ્યક્તિના શ્વાસ છોડવા, બોલવા, બુમો પાડવા, ગાવા અથવા છીંકવાના સમયે ઉભા થયેલા એરોસોલને શ્વાસ સાથે અંદર લેવાથી સંક્રમણનો ખતરો

નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સતત વધી રહી છે. સ્થિતિ એ છે કે છેલ્લા 24 કલાકમાં 2.17 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. કોવિડના આંકડા રોજ રેકોર્ડ તોડી રહ્યા છે. એવામાં મેડિકલ જર્નલ ‘ધ લાંસેટ’માં છપાયેલા એક નવા આકલનમાં આ વાતના પાક્કા પુરાવા મળ્યા છે કે કોરોના વાયરસ મુખ્ય રીતે હવા દ્વારા ફેલાય છે.

યુકે, અમેરિકા, કેનેડાના 6 એક્સપર્ટ્સ અનુસાર, જે પબ્લિક હેલ્થ સાથે જોડાયેલા પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે, જેમાં વાયરસને મુખ્ય રીતે એરબોર્નની જેમ માનવામાં નથી આવી રહ્યુ, જેને કારણે લોકો અસુરક્ષિત રહી શકે છે અને વાયરસ ફેલાઇ શકે છે.

કો-ઓપરેટિવ ઇંસ્ટીટ્યૂટ ફોર રિસર્ચ ઇન એન્વાયરમેન્ટલ સાઇન્સેજ (CIRES)ના કેમિસ્ટ જોસ-લુઇસ જિમેનેજે કહ્યુ, “એરબોર્ન ટ્રાન્સમિશનના સમર્થનમાં પુરાવા ઘણા વધુ છે અને મોટી ડ્રૉપલેટ ટ્રાન્સમિશનના સમર્થનમાં પુરાવા લગભગ નાની બરાબર છે. WHO અને અન્ય પબ્લિક હેલ્થ એજન્સીઓના ટ્રાન્સમિશન પોતાના ડિસ્ક્રિપ્શનમાં તુરંત સાઇન્ટિફિક પુરાવા જોડવા જોઇએ જેથી સંક્રમણ રોકવા માટે એરબોર્ન ટ્રાન્સમિશન પર ફોકસ રહે.”

એક્સપર્ટ્સની ટીમે વાયરસને હવાથી ફેલવાને લઇને કેટલાક પુરાવા રજૂ કર્યા છે, તેમના પુરાવાની યાદીમાં ટોપ પર Skagit Choir આઉટબ્રેક જેવા સુપર-સ્પ્રેન્ડર ઇવેન્ટ છે. આ ઇવેન્ટમાં એક સંક્રમિત કેસથી 53 લોકો સંક્રમિત થયા હતા.

સ્ટડીઝથી પૃષ્ટી થઇ છે કે આવી ઇવેન્ટનું સ્પષ્ટીકરણ નજીક સંપર્ક અથવા સપાટી અથવા વસ્તુને અડવાથી નથી આપી શકાતું. આ સિવાય SARS-CoV2નું ટ્રાન્સમિશન રેટ બહારની જગ્યાએ અંદર વધુ છે અને ટ્રાન્સમિશન ઇન્ડોર વેન્ટિલેશનથી ઘણી ઓછુ બની જાય છે.

ટીમે તે રિસર્ચ પર ભાર આપ્યો, જેમાં અનુમાન લગાવવામાં આવ્યુ કે જે લોકો ખાંસી અને છીંકી નથી રહ્યા, તેમાં સાઇલન્ટ ટ્રાન્સમિશન (વગર લક્ષણ અથવા લક્ષણ દેખાયા પહેલાની સ્થિતિમાં) કુલ ટ્રાન્સમિશનનું 40 ટકા સુધી છે.

આકલન અનુસાર, વિશ્વભરમાં કોવિડ સંક્રમણ ફેલાવવામાં સૌથી મોટી ભૂમિકા સાઇલન્ટ ટ્રાન્સમિશનની છે અને આ મુખ્ય રીતે એરબોર્ન ટ્રાન્સમિશનના રસ્તાને સમર્થન આપે છે. રિસર્ચર્સે તે લોકો વચ્ચે વાયરસ ટ્રાન્સમિશનનો પણ કેસ રાખ્યો હતો, જે હોટલના નજીકના રૂમમાં હતો અને ક્યારેક એક બીજાની હાજરીમાં નથી આવ્યા.

ટીમને આ મામલે કોઇ પુરાવા મળ્યા નથી કે વાયરસ મોટી ડ્રૉપ્લેટ્સથી આસાનીથી ફેલાઇ જાય છે, જે હવામાં જલ્દી મળી જાય છે અને સંક્રમિત કરે છે. આકલનમાં કહેવામાં આવ્યુ કે હાથ ધોવા અને સપાટીને સાફ કરવામાં કામ બિન જરૂરી નથી પરંતુ એરબોર્ન ટ્રાન્સમિશન રોકવાથી વધુ ભાર મળવો જોઇએ.

એક્સપર્ટ્સે કહ્યુ કે, જો કોઇ વાયરસ એરબોર્ન છે તો કોઇ સંક્રમિત વ્યક્તિના શ્વાસ છોડવા, બોલવા, બુમો પાડવા, ગાવા અથવા છીંકવાના સમયે ઉભા થયેલા એરોસોલને શ્વાસ સાથે અંદર લેવાથી સંક્રમણનો ખતરો છે. માટે એરબોર્ન ટ્રાન્સમિશનનું નિયંત્રણ કરવા માટે પગલા ભરવાની જરૂર છે, તેની માટે વેન્ટિલેશન, એર ફિલ્ટ્રેશન, ભીડને રોકવા અને ઇન્ડોર રહેતા માસ્ક પહેરવા અને હેલ્થ કેર વર્કસ માટે હાઇ-ગ્રેડ PPE કિટ જેવા પગલા ભરવા પડશે.

(7:42 pm IST)