Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

સામાન્ય લાભ સાથે સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ બંધ રહ્યા

દિલ્હી, મહારાષ્ટ્રમાં લોકડાઉન ન લદાતા બજાર ટકી રહ્યું : સેન્સેક્સમાં ૨૮.૩૫ અને નિફ્ટીમાં ૩૬.૪૦ પોઈન્ટનો ઊછાળો, એશિયન પેઇન્ટ્સના શેરમાં બે ટકાનો વધારો

મુંબઇ, તા. ૧૬ : વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી શુક્રવારે અસ્થિર કારોબારમાં નજીવા ઘટાડા સાથે બંધ થયા છે. બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૨૮.૩૫ પોઇન્ટ અથવા ૦.૦૬ ટકા વધીને ૪૮,૮૩૨.૦૩ પોઇન્ટ પર બંધ થયો છે. આ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૩૬.૪૦ પોઇન્ટ અથવા ૦.૨૫ ટકાના વધારા સાથે ૧૪,૬૧૭.૮૫ પોઇન્ટ રહ્યો છે.

સેન્સેક્સ કંપનીઓમાં એશિયન પેઇન્ટ્સના શેરમાં લગભગ બે ટકાનો વધારો થયો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ, ઓએનજીસી, સન ફાર્મા, એચસીએલ ટેક અને નેસ્લે ઈન્ડિયાના શેરો પણ વધ્યા છે. બીજી બાજુ, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઇનાન્સ, એલએન્ડટી, ટીસીએસ, ઇન્ફોસીસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઘટાડો થયો છે.

રિલાયન્સ સિક્યોરિટીઝના વ્યૂહરચના વડા વિનોદ મોદીએ કહ્યું કે કોવિડની બીજી લહેરમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. એક જ દિવસમાં બે લાખથી વધુ કેસનો આંકડો ઓળંગી ગયો છે. આનાથી આવકની ગતિ જાળવવી મુશ્કેલ બનશે.

તેમણે ઉમેર્યું હતું કે, રસીકરણને વેગ આપવાના સરકારના પ્રયત્નો અને મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સંપૂર્ણ લોકડાઉન ન લાગવાના કારણે શેર બજારને થોડી રાહત મળી છે, પરંતુ અન્ય રાજ્યો દ્વારા મેક્રો ઇકોનોમિક કર્બ્સની સંભાવનાઓ નજીકના ભવિષ્યમાં રોકાણકારોની ભાવનાને અસર કરી શકે છે.

અન્ય એશિયાઈ બજારોમાં, ચીનના શાંઘાઈ કમ્પોઝિટ, હોંગકોંગના હેંગસેંગ, દક્ષિણ કોરિયાની કોસ્પી અને જાપાનની નિક્કી સકારાત્મક દૃષ્ટિકોણ સાથે બંધ રહ્યા હતા. કારોબારની મધ્યમાં યુરોપિયન બજારો પણ નફાકારક હતા.

દરમિયાન, આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ તેલ ૦.૪૦ ટકા વધીને ૬૭.૨૧ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.

(7:35 pm IST)
  • ભારત બાયોટેકના કોવેક્સિન રસીના નિર્માણ માટે કેન્દ્ર દ્વારા મહારાષ્ટ્રની હેફકીન સંસ્થાને મંજૂરી આપવામાં આવી છે : રસીના પ્રોડક્શનને વેગ મળશે access_time 11:47 pm IST

  • LIC કર્મચારીઓની જીત : પગારમાં ૧૬%નો વધારો : સપ્તાહમાં પાંચ દિવસ ચાલુ રહેશે એલઆઈસીનો આજથી ફાઈવ ડે વીક : દર શનિવારે રજા રહેશે : પગાર પ્રશ્ને ચાલતી માથાકૂટમાં મેનેજમેન્ટ અને યુનિયન આગેવાનો વચ્ચે સમાધાન : પગારમાં ૧૬%નો વધારો : ૧-૫-૨૦૨૧ થી અમલવારી થશે : રાજકોટ સહિત દેશભરના ૧ લાખ ૧૦ હજાર કર્મચારી - અધિકારીને ફાયદો : રાજકોટ એલાઈસી કચેરીમાં ફટાકડા ફૂટ્યા અને મિઠાઈ વિતરણ કરાઈ access_time 11:07 am IST

  • કોરોના પેશન્ટ માટે ઓ નેગેટીવ પ્લાઝમા ડોનર જાઇઍ છે : જે કોઇ ડોનર આપી શકે તેમ હોય તેમને મો.નં. ૯૮૨૪૫ ૨૯૫૫૪ ઉપર પ્રવિણભાઇ ભટ્ટ (ભટ્ટજી)નો સંપર્ક સાધવા વિનંતી કરવામાં આવી છે. access_time 4:01 pm IST