Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

પીએફઆરડી રીટાયરમેન્ટ પછી ૪૦ ટકા રકમ ફંડ મેનેજર પાસે રાખવા કરી રહયું છે વિચારણા

નવી દિલ્હી, તા.૧૬: ભારતીય પેન્શન ફંડ નિયામક અને વિકાસ પ્રાધિકરણ (પીએફઆરડીએ) રીટાયરમેન્ટ પછી ૪૦ ટકા રકમ પેન્શન ફંડ મેનેજર પાસે રાખવા બાબતે વિચારી રહયું છે. અત્યાર સુધી રિટાયરમેન્ટના સમયે ૨ લાખ રૂપિયાથી વધારે રકમ મેળવનાર ગ્રાહકોએ ફરજીયાતપણે વીમા કંપનીઓ દ્વારા પ્રસ્તાવિત એન્યુઇટી ખરીદવાની હોય છે. બાકી બચેલ ૬૦ ટકા રકમ એક સાથે ઉપાડી શકાય છે.

હાલમાં રાષ્ટ્રીય પેન્શન સ્કીમમાં રકમ લાંબા સમય માટે જમા થઇ રહી છે. ૬૦ વર્ષની વયે રિટાયરમેન્ટ પછી કોઇ વ્યકિતએ એન્યુઇટી ખરીદવા ૪૦ ટકા રકમ ચુકવવી પડે છે અને બાકીની ૬૦ ટકા રકમ એક સાથે ઉપાડી શકાય છે.

(4:06 pm IST)