Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

ટાસ્ક ફોર્સનો દાવો સાચો નથીઃ આરોગ્ય સચિવ

ઇન્ડીયન ટાસ્ક ફોર્સનો દાવો કે છે ભારતમાં દર મહિને ફકત ૭૦ થી ૮૦ મીલીયન ડોઝની ઉત્પાદન ક્ષમતા, જયારે લક્ષ્ય ૧૫૯ મીલીયન ડોઝનું

નવી દિલ્હી, તા.૧૬: ભારતમાં કોરોનાના કેસ બહુ ઝડપથી વધી રહયા છે. જો કે સરકાર કોરોના પર નિયંત્રણ મેળવવા માટે રસીકરણ અભિયાન પણ બહુ જોરશોરથી ચલાવી રહી છે. આ દરમ્યાન કોરોના રસીકરણ સાથે જોડાયેલ એક એકસપર્ટ પેનલે દાવો કર્યો છે કે ભારતની રસી ઉત્પાદન ક્ષમતા સરકાર દ્વારા બનાવાયેલ લક્ષ્યને પુરૂ કરવા માટે અપૂરતી છે. જો કે આરોગ્ય સચિવે એકસપર્ટ પેનલના દાવાને રદીયો આપ્યો છે.

૨૨ સભ્યોની ઇન્ડિયા ટાસ્ક ફોર્સે દાવો કર્યો છે કે ભારતમાં દર મહિને ફકત ૭૦-૮૦ મીલીયન રસી ઉત્પાદન કરવાની ક્ષમતા છે જયારે સરકારે દર મહિને ૧૫૦ મીલીયન ડોઝ આપવાનું લક્ષ્ય નક્કી કર્યુ છે. સાથે જ કમિટીએ એમ પણ કહયું છે કે ભારતની રસી ઉત્પાદન ક્ષમતા દેશની વસ્તીના હિસાબે પુરતી નથી. આ ઉપરાંત કમિટીએ પોતાના રીપોર્ટમાં એ પણ કહયું કે રસી ઉત્પાદન ક્ષમતા વધારવા પર ભાર મૂકવો જરૂરી છે.

ટાસ્ક ફોર્સના આ દાવા પર કેન્દ્રિય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે બધા રાજયોને અત્યાર સુધીમાં લગભગ ૧૩૧ મીલીયન ડોઝ મોકલાયા છે. જેમાંથી ૧૧૪ મીલીયન ડોઝ જ લોકોને અપાયા છે. બધા રાજયોના સ્ટોકમાં ૧૬.૭ મીલીયન ડોઝ બાકી છે. તેમણે કહયું કે વધુ ૨૦ મીલીયન ડોઝ રાજયોને મોકલાઇ રહયા છે.

(12:56 pm IST)