Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

કેનેડા ૯૦,૦૦૦ થી વધુ કામદારો અને ગ્રેજયુએટોને PR આપશે

કેનેડામાં રહેવાની પરવાનગી આપી માનવ સંસાધન ઉભું કરશે

નવી દિલ્હી, તા.૧૬ : કોરોના કાળમાં કેનેડા સરકારે પોતાના દેશમાં આવવા લાલ જાજમ પાથરી છે. કેનેડાની અથવ્યવસ્થામાં સક્રિય પણે યોગદાન આપતા ૯૦,૦૦૦ થી વધુ કામદારો અને આંતરરાષ્ટ્રીય સ્નાતકો માટે કાયમી નિવાસ માટેની કેટલીક ખાસ જાહેરાત કરવામાં આવી છે. આ નવી પોલીસીના કેન્દ્રમાં હોસ્પિટલો અને લાંબા ગાળાના કેર હોમ્સમાં કાર્યરત કામચલાઉ કામદારો અને અન્ય આવશ્યક ક્ષેત્રોના મોરચાઓ પર તેમજ આંતરરાષ્ટ્રીય સ્નાતકો કે જેઓ આવતીકાલના અર્થતંત્રને આગળ ધપાવી રહ્યા છે તેઓ છે.

૬ મે ૨૦૨૧ના રોજ અસરકારક રીતે, ઇમિગ્રેશન, રેફ્યુજીઝ અને સિટિઝનશિપ કેનેડા (આઇઆરસીસી) નીચેની ૩ સ્ટ્રીમ્સ હેઠળ અરજીઓ સ્વીકારવાનું શરૂ કરશે જેમાં આરોગ્ય સંભાળમાં કામચલાઉ કામદારો માટે ૨૦,૦૦૦ અરજીઓ, અન્ય પસંદ કરેલા આવશ્યક વ્યવસાયોમાં કામચલાઉ કામદારો માટે ૩૦,૦૦૦ અરજીઓ અને કેનેડિયન સંસ્થામાંથી સ્નાતક થયેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ૪૦,૦૦૦ અરજીઓ શામેલ છે. આ સ્ટ્રીમ પ નવેમ્બર, ૨૦૨૧ સુધી અથવા તેની મર્યાદા સુધી પહોંચ્યા ત્યાં સુધી ખુલ્લી રહેશે.

(11:55 am IST)