Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

રશિયા સામે અમેરિકા એક્શનમા:10 રાજદુતોની કરી હકાલપટ્ટી: 3 ડઝન લોકો અને કંપનીઓ પર પ્રતિબંધ

ચુંટણીમાં હસ્તક્ષેપ કરવા અને ફેડરલ એજન્સીઓમાં ફુટ પડાવવા માટે રશિયાને જવાબદાર ઠરાવીને આ કાર્યવાહી કરી

વોંશિગ્ટન :જો બિડેન વહીવટીતંત્રએ રશિયા વિરૂધ્ધ આકરૂ વલણ લેતા રશિયાનાં 10 રાજદુતોની હકાલપટ્ટી કરી છે અને રશિયાનાં 3 ડઝન લોકો અને કંપનીઓ વિરૂધ્ધ પ્રતિબંધની ઘોષણા કરી છે, અમેરિકાએ ગયા વર્ષે યોજાયેલા પ્રમુખપદ માટેની ચુંટણીમાં હસ્તક્ષેપ કરવા અને ફેડરલ એજન્સીઓમાં ફુટ પડાવવા માટે રશિયાને જવાબદાર ઠરાવીને આ કાર્યવાહી કરી છે.

અમેરિકા દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેની આશંકા તો પહેલેથી જ હતી, અમેરિકાની ચુટણીમાં હસ્તક્ષેપ અને હેકિંગ અંગે જવાબી કાર્યવાહી કરતા રશિયા વિરૂધ્ધ પહેલી વખત અમેરિકા દ્વારા આ પ્રકારની પ્રતિબંધાત્મક કાર્યવાહી કરવામાં આવી છે, રશિયાએ સોફ્ટવેરમાં ઘુશણખોરી કરી હતી જેથી ઓછામાં ઓછી 9 એજન્સીઓનાં નેટવર્કને હેક કરી શકાય, અને અમેરિકાનાં અધિકારીઓનું માનવું છે કે તેમણે અમેરિકાની સરકારીની ગુપ્ત માહિતી એકઠી કરવાનો પ્રયાસ કર્યો હતો.

 જાહેર કરેલા પ્રતિબંધોમાં એ 6 રશિયન કંપનીઓનો પણ સમાવેશ થાય છે જે દેશની સાયબર પ્રવૃત્તિઓમાં મદદ કરે છે. આ ઉપરાંત, ગયા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દખલ કરવાનો પ્રયાસ કરવા અને દુશપ્રચાર કરવાના આરોપમાં 32 લોકો અને સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકાયો હતો.

વ્હાઇટ હાઉસે કહ્યું કે બરતરફ કરાયેલા 10 રાજદ્વારીઓમાં રશિયન ગુપ્તચર સેવાઓના પ્રતિનિધિઓ શામેલ છે. તેમણે એમ પણ કહ્યું કે, બિડેન આ સમાચારો પર પ્રતિક્રિયા આપવા માટે રાજકીય, લશ્કરી અને ગુપ્તચર, ચેનલોનો ઉપયોગ કરી રહ્યા છે કે રશિયાનાં તાલિબાનને અફઘાનિસ્તાનમાં અમેરિકાએ અને સાથી દેશોનાં સૈનિકો પર હુમલો કરવા માટે ઉશ્કેર્યું હતું.

(11:11 am IST)