Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

હરિદ્વારમાં મહામારીનો ખતરો : સંક્રમિતનો આંકડો 2448 સુધી પહોંચ્યો

આગામી 10 દિવસમાં મહામારીનું રૂપ ધરીને સામે આવશે.: નિષ્ણાતોની ચેતવણી

કોરોના કહેરની વચ્ચે મહાકુંભનું આયોજન સરકારને તો ભેખડે ભરાવશે જ, પણ લાખો લોકોની જીંદગીના અસ્તિત્વ સામે પણ સવાલ ઉભા થશે. હરિદ્વારમાં મહામારીનો ખતરો મંડરાઈ રહ્યો છે. 12થી 14 એપ્રિલ સુધી ત્રણ સ્નાન પર ગંગામાં 35 લાખ લાખ લોકોએ ડૂબકી લગાવી છે   ત્યાં સુધીમાં જિલ્લામાં 1854 કોરોના પોઝિટીવ મળ્યા ત્યારે ગુરૂવારે વધીને 2483 આંકડો પહોંચ્યો છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, ડ્રાઈ સરફેસની સરખામણીએ ગંગાના પાણીમાં વધારે સમય સુધી કોરોના એક્ટિવ રહી શકે છે.

ગંગાનું પાણી તેના વહેણની સાથે સાથે કોરોના પણ વહેંચશે. નિષ્ણાંતોનું માનીએ તો, સંક્રમિત લોકોનું ગંગા સ્નાન અને લાખો લોકોની ભીડ એકઠી કરવાની અસર આગામી 10 દિવસમાં મહામારીનું રૂપ ધરીને સામે આવશે.

 

અખાડામાંથી લગભગ 40 જેટલા સંતો પણ પોઝિટીવ આવ્યા છે. અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરી હોસ્પિટલમાં છે. મહામંડલેશ્વર કપિલ દેવ દાસનું કોરોનાના કારણે મોત થઈ ગયુ છે. સંક્રમણ ફેલાવથી રૂડકી વિશ્વવિદ્યાલયના વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. સંદીપ શુક્લા ધર્મનગરીમાં લાખોની ભીડ એકઠી થવાના કારણે ખૂબ ચિંતિત છે.

ડૉ. શુક્લા વિભાગાધ્યક્ષ ડો. સંજય જૈનના નેતૃત્વાં કોરોના વાયરસ પર થનારી રિસર્ચ ટીમના સભ્ય છે. 12 સભ્યોની આ ટીમ કોરોના વાયરસના જમા થતાં તથા વહેતા પાણીમાં સક્રિય સમયગાળા પર રિસર્ચ કરી રહ્યા છે. ડો. શુક્લા જણાવે છે કે, એટલુ તો નક્કી છે કે, કોરોના વાયરસ ડ્રાઈ સરફેસ અને મેટલની સરખામણીએ ભેજ અને પાણીમાં વધારે સમય સુધી સક્રિય રહે છે. પાણીમાં તેનુ ડ્યુરેશન કેટલુ વધારે રહે છે, તે તો સંશોધન બાદ જ જાણવા મળશે.

(11:10 am IST)