Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

બ્રિટનમાં ખાસ સ્ટડીનો ટ્રાયલ શરૂ

કોરોના સામે લડત આપશે, વેકિસન કોકટેલ !

લંડન,તા. ૧૬: કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે વેકિસન તૈયાર થતા, કોરોના સામે લડાઈ જીતવા શરૂઆત કરવામાં આવી છે અને દુનિયાભરે રાહતનો શ્વાસ લીધો છે અને દુનિયાના વિવિધ દેશમાં રસીકરણ ઝુંબેશ શરૂ થઈ છે. બ્રિટનમાં ખાસ સ્ટડીનો ટ્રાયલ શરુ થઈ ચૂકયો છે. જેમાં કોરોના વાયરસની બે અલગ-અલગ વેકિસન ભેગી કરીને તેનો ડોઝ આપવામાં આવી રહ્યો છે.

બ્રિટનમાં શરૂ થયેલા નવા સ્ટડી રિસર્ચમાં ફાઝર કે એસ્ટ્રાજેનેકાનો પ્રથમ ડોઝ લીધેલ વ્યકિત આ સ્ટડીનો ભાગ બની શકે છે. આ સ્ટડીમાં અત્યાર સુધી ૮૦૦ લોકો ભાગ લઈ ચૂકયા છે.મેડિકલ એકસપર્ટ મુજબ, ૨ વેકિસન મિકસ કરીને આપવામાં આવતા ડોઝથી વ્યકિતની ઈમ્યુનિટીમાં વધારો થશે અને કોરોનાથી રક્ષણ મળશે.

મે કે જૂન મહિનાથી આ રસીના પરિણામો આવવાના શરૂ થશે અને આ સ્ટડી લગભગ એક વર્ષ સુધી ચાલુ રાખવાનું પ્લાનિંગ છે. દુનિયાના હેલ્થ એકસપર્ટ મુજબ વેકિસનને મિકસ કરી આપવામાં આવતો ડોઝ એકદમ સુરક્ષિત છે. હજુ સુધી ૮૦૦ લોકોને આપવામાં આવેલા ડોઝ બાદ, તેમનામાં કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેકટ જોવા મળી નથી. ચીન પણ આવી જ રીતે બે વેકિસન ભેગી કરીને ડોઝ આપવાની તૈયારી કરી રહ્યું છે.

(10:39 am IST)