Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

કુંભમેળો -૨૦૨૧ : પાંચ -દિવસમાં ૧,૭૦૦ જણનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

હરિદ્વાર,તા. ૧૬: અહીં ચાલી રહેલા કુંભમેળા પર્વ દરમિયાન ગઇ ૧૦ એપ્રિલથી લઇને ૧૪ એપ્રિલ સુધીના પાંચ દિવસમાં જ ૧,૭૦૦થી વધારે લોકોને કોરોના વાયરસ ચેપ લાગુ પડ્યો હોવાનું માલૂમ પડ્યું છે. આને કારણે એવી દહેશત ઉભી થઇ છે કે દુનિયા આ સૌથી મોટા ધાર્મિક મેળાવડાથી ભારતમાં કોરોનાના કેસમાં વધારે અને ઝડપી ઉછાળો આવશે.

ચીફ મેડિકલ ઓફિસર શંભુકુમાર ઝાએ કહ્યુ છે કે આ ૧,૭૦૦ ના આંકડામાં હરિદ્વારથી લઇને દેવપ્રયાગ સુધી વિસ્તારેલા સમગ્ર કુંભમેળા ક્ષેત્રમાં પાંચ દિવસ દરમિયાન જુદા -જુદા અખાડા (જુથો)ના શ્રધ્ધાળુઓ અને સાધુઓના RT-PCR અને રેપિડ એન્ટીજન ટેસ્ટ, એમ બંને પ્રકારના પરીક્ષણના અહેવાલોનો સમાવેશ થાય છે.

હજુ વધુ RT-PCR ટેસ્ટ રિપોર્ટ્સ આવવાના બાકી છે અને ટ્રેન્ડ પરથી એવુ જણાય છે કે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધશે.

(10:26 am IST)