Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

દેશમાં કોરોનાના કેસના તમામ રેકોર્ડ તૂટયા : 24 કલાકમાં 2,16 લાખથી વધુ નવા કેસ : એક્ટિવ કેસ 15,63 લાખને પાર : વધુ 1182 દર્દીના મોત :1,17 લાખથી વધુ રિકવર થયા

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 61,695 નવા કેસ, :ઉત્તર પ્રદેશમાં 22,339 કેસ, દિલ્હીમાં 16,699 કેસ , છત્તીસગઢમાં 15,256 કેસ, કર્ણાટકમાં 14,738 કેસ, અને મધ્યપ્રદેશમાં 10,166 કેસ કેરળ, તમિલનાડુ, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 2.16,642 નવા કેસ નોંધાતા ભારે ફફડાટ ફેલાયો છે

 એક જ દિવસમાં દેશમાં સૌથી વધુ કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 1182 લોકોના મોત નિપજ્યા છે આ સાથે એક્ટિવ  સંખ્યા પણ 15,63 લાખને  પાર  પહોંચી છે એક જ દિવસમાં 2,16,642 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 1.42,87,740 થઇ છે છેલ્લા 24 કલાકમાં 1,17,825 દર્દીઓ રિકવર  કરાયા છે આ સાથે 1.25,43,978 લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 61,695 નવા કેસ, :ઉત્તર પ્રદેશમાં 22,339 કેસ, દિલ્હીમાં 16,699 કેસ , છત્તીસગઢમાં 15,256 કેસ, કર્ણાટકમાં 14,738 કેસ, અને મધ્યપ્રદેશમાં 10,166 કેસ કેરળ, તમિલનાડુ, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો 

(1:16 am IST)