Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

બંગાળમાં કોંગ્રેસના એક ઉમેદવારનું કોરોનાથી મોત

બંગાળના પ્રચારમાં લાખોની ભીડમાં સંક્રમણ યથાવત : કોંગ્રેસ ઉમેદવારનું કોલકાતામાં મોત એવા સમયે થયુ છે જ્યારે રાજ્યભરમાં ચાર તબક્કાની ચૂંટણી હજુ બાકી છે

કોલકત્તા, તા. ૧૫ : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારમાં થઈ રહેલી લાખોની ભીડ વચ્ચે કોરોનાનુ સંક્રમણ યથાવત છે અને હવે રાજકીય પક્ષો સુધી તેનો વ્યાપ પહોંચી ગયો છે.

બંગાળમાં કોંગ્રેસના એક ઉમેદવારનુ કોરોનાના કારણે મોત થયુ છે. મુર્શિદાબાદની સમશેરગંજ વિધાનસભા બેઠકના ઉમેદવાર રિજાઉલ હકને કોરોનાન સંક્રમણ લાગ્યા બાદ કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનુ આજે મોત થયુ હતુ.બંગાળ પ્રદેશ કોંગ્રેસે આ બાબતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. કોંગ્રેસે કહ્યુ હતુ કે, અમે જે હકીકતનો સામનો કરી રહ્યા છે તે સમજવાની જરુર છે. અમારા સમશેરગંજ બેઠકના ઉમેદાવરનુ કોરોનાના કારણે નિધન થયુ છે. આ વર્ષે જીવતા બચવુ બહુ જરુરી છે. કોંગ્રેસ ઉમેદવારનુ મોત એવા સમયે થયુ છે જ્યારે રાજ્યમાં ચાર તબક્કાની ચૂંટણી બાકી છે. બીજી તરફ બંગાળમાં પણ કોરોનાનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૮૦૦ જેટલા નવા દર્દીઓ સામે આવી ચુક્યા છે અને ૨૪ લોકોના મોત થયા છે.

(12:00 am IST)