Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

પશ્ચિમ બંગાળમાં મમતા બૅનર્જીનો પ્રચાર કરતા બન્ને બાંગ્લાદેશી કલાકારોના વિઝા રદ :દેશ છોડવા આદેશ

ફિરદૌસ અહમદ અને ગાઝી અબદૂન નૂને બ્લેક લિસ્ટ કરી દેવાયા

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારમાં જોડાયેલ બંને બાંગ્લાદેશી અભિનેતાના વીઝા રદ્દ કર્યા છે. સાથે તેઓને તુરંત દેશ છોડવાનું કહી દેવાયું છે તેમજ  આ કલાકારને બ્લેક લિસ્ટ પણ કરી દેવામાં આવ્યો છે.

   બાંગ્લાદેશના બે કલાકાર ફિરદૌસ અહમદ અને ગાઝી અબદૂન નૂર છેલ્લા કેટલાક સમયથી તુણમૂલ કોંગ્રેસ (TMC) માટે રાજ્યમાં રોડ શો કરી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં હતા.
    ચૂંટણી પ્રચારમાં બાંગ્લાદેશી કલાકારો સામેલ થવાની જાણ થતા જ ગૃહ મંત્રાલયે વિદેશી ક્ષેત્રીય પંજીકરણ કાર્યાલય (FRRO) પાસે રિપોર્ટ માગ્યો હતો. FRROને પૂછવામાં આવ્યું હતું કે શું બાંગ્લાદેશી કલાકારો ચૂંટણી પ્રચારમાં સામેલ થવાથી વીઝા નિયમોનું ઉલ્લંઘન થયું છે ? જેનો જવાબ FRROએ ગૃ

(9:55 pm IST)