Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

પાકિસ્તાનની હાલત વધુ ખરાબ થઇ રહી છે હવે આઇએમએફ દ્વારા રાહત પેકેજમાં વિલંબ

ગબડતી અર્થવ્યવસ્થાની માર સહન કરી રહેલા અને દેવામાં ડૂબેલા પાકિસ્તાનને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડથી વધુ એક આંચકો લાગ્યો

ઇસ્લામાબાદ,તા.૧૬: દેવામાં ડૂબેલા અને ગબડતી અર્થવ્યવસ્થાનો માર સહન કરી રહેલા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક આંચકો લાગ્યો છે. હવે અહેવાલ છે કે પાકિસ્તાનને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ  દ્વારા મળનારા રાહત પેકેજમાં વિલંબ થઈ શકે છે.

તેનું કારણ જણાવવામાં આવી રહ્યું છે  વૈશ્વિક ઋણદાતા સીપીઇસી પરિયોજના પર પારદર્શિતા વધારવા માટે દબાણ કરી રહ્યું છે અને ઇસ્લામાબાદથી લેખિતમાં ગેરન્ટી ઈચ્છે છે કે તેમના તરફથી આપવામાં આવતી સહાયતાનો ઉપયોગ ચીનની લોન ચૂકવવા માટે ન કરવામાં આવે. એક મીડિયા રિપોર્ટના હવાલાથી આ જાણકારી સામે આવી છે.

પાકિસ્તાન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડથી ૮ અરબ અમેરિકન ડોલરની માંગ કરી રહ્યું છે, જેથી તે ખુદને ચૂકવણી સંતુલનની સ્થિતિથી બચી શકે જે દેશની અર્થવ્યવસ્થાને મુશ્કેલીમાં મૂકી શકે છે. ચીનની મદદથી પાકિસ્તાનને અત્યાર સુધી ચાલુના નાણાકિય વર્ષ એટલે કે ૨૦૧૯-૨૦૨૦ દરમિયાન મિત્ર દેશોથી નાણાકીય સહાયતા પેકેજોમાં કુલ ૯.૧ બિલિયન અમેરિકન ડોલર મળ્યા છે.

પાકિસ્તાનના નાણા મંત્રી અસદ ઉમરે આ પહેલા આ મહિને કહ્યું હતું કે ૈંસ્હ્લનું એક દળ વિશ્વ બેંકની સાથે ગ્રીષ્મકાલીન બેઠક બાદ તરત જ અહીં આવવાનું છે. તેઓએ કહ્યું હતું કે એપ્રિલ મહિનાના અંત સુધી રાહત પેકેજ પર હસ્તાક્ષર થઈ જશે. સૂત્રોએ જણાવ્યું કે, હવ આઇએમએફનું દળ એપ્રિલને બદલે મે મહિનામાં અહીં આવી શકે છે.

પાકિસ્તાનના અખબાર ડોને ઓફિશિયલ સૂત્રોનો હવાલાથી જાણકારી આપી છે કે રાહત પેકેજને અંતિમ રૂપ આપવા માટે અહીં આવનારા આઇએમએફ ટુકડીના આવવાની યોજના ટળી શકે છે. બંને પક્ષ કરારની શરતો પર ચર્ચા કરી રહ્યા છે. બંને પક્ષ કરારની શરતો પર ચર્ચા કરી રહ્યા છે.

(4:18 pm IST)