Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

આઇપીપી બેંકે શરૂ કરી હોમ ડિલીવરી સેવા, ટપાલી ઘરે પૈસા લેવા આવશે

એટા,તા.૧૬: ઇન્ડિયા પોસ્ટ પેમેંટ બેંક (આઇપીપીબી)એ ખાતામાં વિસ્તાર કરવાની  સાથે  જ  પોતાના ખાતાધારકો માટે હોમ ડિલીવરી  સેવા  શરૂ  કરી દીધી છે.  ખાતેધારકને યુનિક આઇડીની સાથે ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે તેના પર કોલ કરવાની સાથે જ ટપાલી રકમ ઘરે લેવા પહોંચવા લાગશે

મુખ્ય ડાકધરના અધીન એટા અને  કાસગંજમાં  સૌથી વધુ બ્રાંચનો રેકોર્ડ બની ગયો છે.આઇપીપી બેંકની ૩૦૭ શાખાઓ એક સાથે કામ કરી રહી છે તેમાં અત્યાર સુધી ૧૭ હજાર ખાતા ખોલવામાં આવી ચુકયા છે જયારે એટામાં ૯૪૯૯ અને કાસંગજમાં ૭૩૮૮ ખાતાધારક છે.

આ ખાતાધારકો માટે બેંક તરફથી હોમ ડિલીવરી સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે ખાતાધારક  ટોલ  ફ્રી નંબર પર કોલ કરવા પાંચ  હજાર રૂપિયા સુધી પોતાના ઘરે ટપાલના માધ્યમથી મંગાવી  શકે છે ત્યારબાદ ટપાલી  ખાતાધારકના ઘર પર વાયોમૈટ્રિક મશીન લઇ પહોંચશે ખાતાધારક પોતાના પોતાના અંગુઠો લગાવશે  અને તેના ખાતાથી નાણાંની રકમને  ટ્રાંજકશન થઇ જશે  જો કે આ સુવિધાનો લાભ આમ તો કોઇ પણ ખાતાધારકો લઇ શકે છે પરંતુ વર્તમાનમાં વૃધ્ધજનોને જ પ્રાથમિકતાના આધાર પર સેવાઓ   આપવામાં આવી રહી છે.

મુખ્ય ડાક અધીક્ષક એસ કે ગુપ્તાએ જણાવ્યું હતું કે બંન્ને જીલ્લામાં ૩૦૭ શાખાઓ સંચાલિત છે તેમાં ખાતાનો વિસ્તાર કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે જે લોકોએ ખાતા ખોલ્યા છે તેમને હોમ ડિલીવર( ઘર પર રકમ) પહોંચાડવાનું કાર્ય શરૂ થઇ ગયું છે.

(4:17 pm IST)