Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

વાંધાનજક ભાષણ સામે ચૂંટણી પંચની કામગીરીથી સુપ્રીમ કોર્ટ સંતુષ્ટ

સુપ્રીમ કોર્ટની લાલ આંખ બાદ પંચે સપાટો બોલાવ્યો

નવીદિલ્હી, તા.૧૬: લોકસભા ચૂંટણી પ્રચારમાં વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ચૂંટણી પંચની કામગીરી પર સુપ્રીમ કોર્ટે સંતોષ વ્યકત કર્યો હતો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જણાવ્યું કે લાગે છે કે, ચૂંટણી પંચને તેમની શકિતઓ પરત મળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે સોમવારે ચૂંટણી પંચને ટપારતા વાંધાનજક ભાષણ કરનારા નેતાઓ વિરુદ્ઘ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જો કે ચૂંટણી પંચે એવી દલીલ રજૂ કરી હતી કે તે ફકત નોટિસ પાઠવી શકે છે. જેના આધારે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે લાગે છે કે પંચની શકિતઓવીહિન બની ગયું છે.

સુપ્રીમ કોર્ટે શારજાહ (યુએઈ)ની એક એનઆરઆઈ યોગા શિક્ષિકા મનસુખાનીની અરજી પર સુનાવણી કરી હતી. આ અરજીમાં વાંધાજનક ભાષણ કરનારા નેતાઓ (જે ચૂંટણી પ્રચાર દરમિયાન જાતિ-ધર્મના આધારે ટિપ્પણી કરી રહ્યા છે) વિરુદ્ઘ કડક પગલાંની માગણી કરાઈ હતી.કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ ઉત્ત્।રપ્રદેશના નેતાઓ દ્વારા ધાર્મિક અને વિવાદિત નિવેદનો આપવા અંગે પંચને કાર્યવાહી કરવા અંગે પૂછ્યું તો પંચે જણાવ્યું કે અમે આવા કિસ્સામાં ફકત નોટિસ મોકલીને જવાબ માગી શકીએ છીએ. જેનાથી નારાજ બેંચે જણાવ્યું હતું કે શું તમે એમ કહેવા માંગો છો કે તમે સત્ત્।ાહિન છો.સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ ચૂંટણી પંચે સોમવારે ઉત્ત્।ર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બસપા સુપ્રીમો માયાવતી વિરુદ્ઘ ૪૮ કલાક અને ૭૨ કલાક સુધી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લાદ્યો હતો. થોડા જ કલાકો બાદ ચૂંટણી પંચે ભાજપના મેનકા ગાંધી અને સપાના નેતા આઝમ ખાનને પણ ૪૮ અને ૭૨ કલાક સુધી ચૂંટણી પ્રચાર નહીં કરવા આદેશ આપ્યો હતો.

(3:55 pm IST)