Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

ત્રાસવાદી કિલર રાષ્ટ્રીય રાઇફલમાં મોટા ફેરકાર

ડિરેકટોરેટને નોર્દન કમાન્ડ શિફટ કરવા તૈયારી : સેનાના માળખામાં ફેરફારને લઇને આર્મી તરફથી વ્યાપક અભ્યાસ બાદ કેટલાક સુચનો કરવામાં આવ્યા છેઃ રિપોર્ટ

નવી દિલ્હી,તા. ૧૬ જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓનો સામનો કરી રહેલા રાષ્ટ્રીય રાઇફલના નિર્દેશાલય અથવા તો ડિરેક્ટોરેટને હવે નોર્દન કમાન્ડમાં શિફ્ટ થઇ શકે છે. સેનાના માળખામાં ફેરફારને લઇને આર્મી તરફથી વ્યાપક અભ્યાસ કરવામાં આવ્યા બાદ તેના પર ભાર મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ આર્મીએ પૂર્ણ રિપોર્ટ તૈયાર કરીને તેમજ સુચનો તૈયાર કરીને આને સંરક્ષણ મંત્રાલયની પાસે મોકલી દીધા બાદ ટુંક સમયમાં જ અંતિમ નિર્ણય કરવામાં આવનાર છે. મંત્રાલયની મંજુરી મળી ગયા બાદ આરઆર ડિરેક્ટોરેટ સેનાના નોર્દન કમાન્ડમાં શિફ્ટ થઇ જશે. હાલમાં રાષ્ટ્રીય રાઇફલ ડિરેકટોરેટ દિલ્હીમાં સેના હેડક્વાટર્સની સાથે છે. સેનાના એક અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે વધુ શાનદાર સંકલનના હેતુથી આ પગલુ લેવામાં આવ્યુ છે. હાલમાં દિલ્હીમાં આરઆર ડિરેક્ટોરેટમાં જનરલ આરઆર બેસે છ. જે સેનામાં લેફ્ટી. જનરલ હોય છે. આ ઉપરાંત મેજર જનરલ રેંકના અધિકારી એજીડી આરઆર છે. બે બ્રિગેડિયર રેંકના અધિકારી છે. બે કર્નલ છે. પાંચ લેફ્ટી. કર્નલ અથવા તો મેજર રેંકના અધિકારી છે. સુત્રોના કહેવા કેવા મુજબ જે રિપોર્ટ  સંરક્ષણ મંત્રાલયને સોંપવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યુ હતુ કે કેટલાક પગલા લેવામાં આવનાર છે.

 

(4:49 pm IST)