Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

આઝમ ખાન અને મેનકા ગાંધી પર પણ ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ

આઝમ ખાનને ૭૨ કલાક માટે, મેનકા ગાંધી પર ૪૮ કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે

નવીદિલ્હી, તા.૧૬: ઉત્ત્।ર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બસપા સુપ્રીમોને તેમના ભડકાઉ ભાષણના કારણે પ્રતિબંધિત કર્યા બાદ ચૂંટણી આયોગે ફરી એક મોટી કાર્યવાહી કરી છે. આગોયે ચૂંટણી આચાર સંહિતા ઉલ્લંદ્યનના મામલે સપા નેતા અને ઉત્ત્।ર પ્રદેશના પૂર્વ મંત્રી આઝમ ખાન અને કેન્દ્રીય મંત્રી તથા ભાજપના વરિષ્ઠ નેતા મેનકા ગાંધી પર પણ રોક લગાવી છે.

આઝમ ખાનને ૭૨ કલાક માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. તો મેનકા ગાંધી પર ૪૮ કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. આ બંને નેતા કોઇપણ પ્રકારની ચૂંટણી રેલીમાં ભાગ નહીં લઇ શકે. ચૂંટણી પંચના આદેશ અનુસાર આઝમ ખાન અને મેનકા ગાંધી પર ૧૬ એપ્રિલ સવારે ૧૦ વાગ્યાથી પ્રતિબંધ લાગુ થશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા લોકસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે તમામ પાર્ટીઓના પ્રચાર પ્રસાર વચ્ચે ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે આચાર સંહિતાના ભંગ બદલ ઉત્ત્।રપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બસપાના સુપ્રિમો માયાવતી સામે કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે યોગી આદિત્યનાથ અને માયાવતીના ચૂંટણી પ્રચાર પર ક્રમશૅં ૭૨ અને ૪૮ કલાક માટેના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવ્યો છે. ચૂંટણી પંચના આદેશ બાદ બંને નેતાઓના આગામી દિવસોના ચૂંટણી પ્રચારના કાર્યક્રમો રદ થશે.

(3:54 pm IST)