Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

શેરબજારમાં તોફાની તેજી : સેન્સેકસ ૩૯૦૦૦ ઉપર

સેન્સેકસ ૪ર૯ તો નીફટી ૧૧૭ પોઇન્ટ અપ : ડોલર સામે રૂપિયો ૬૯.૬૧

મુંબઇ, તા. ૧૬ : ચોમાસુ સારૂ રહેવાના હવામાન ખાતાએ આપેલા સંકેતોને પરિણામે આજે શેરબજારમાં તોફાની તેજી જોવા મળી રહી છે.બપોરે ર-૧પ વાગ્યે સેન્સેકસ ૪ર૯ પોઇન્ટ વધીને ૩૯૩૩૪ અને નીફટી ૧૧૭ પોઇન્ટ વધીને ૩૯૩૪૪ ઉપર ટ્રેડ કરે છે. ડોલર સામે રૂપિયો ૬૯.૬૧ ઉપર છે.

બજાર નિષ્ણાતોના મતે ભારતીય હવામાન ખાતાએ ચોમાસુ સામાન્ય રહેવાની ધારણા દર્શાવી હોવાથી તેમજ પોઝિટિવ ડેટાને પગલે બજારના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ભારતની નિકાસ વૃદ્ધિ થઇ હોવાના સમાચારને કારણે પણ રોકાણકારોનો વિશ્વાસ વધ્યો હતો અને શેરબજારમાં ધૂમ લેવાલી જોવા મળી હતી.

ભારતની નિકાસ વાર્ષિક ધોરણે ૧૧.૦ર ટકા વધીને માર્ચમાં ૩ર.પપ અબજ ડોલર થઇ હતી જે એક વર્ષ અગાઉના સમાનગાળા દરમિયાન ર૯.૩ર અબજ ડોલર જ હતી.

સપ્તાહના બીજા કારોબારી દિવસ જે શેરોમાં તેજી જોવા મળી, તેમાં આઇસીઆઇસીઆઇ બેંક, કોલ ઇન્ડીયા, હીરો મોટોકોર્પ, વેદાંતા, એશિયન પેન્ટ્સ ટોપ પ માં સામેલ રહ્યા નિફટીમાં પણ આઇસીઆઆઇસીઆઇ બેન્ક, ડીયન ઓઇલ, હીરો મોટોકોર્પ અને એશિયા  પેન્ટસમાં તેજી જોવા મળી. આ ઉપરાંત ટાટા મોટર્સ, ઇન્ફોસિસ ટાડા સ્ટીલ અને એચડીએફસી બેંકમાં ઘટાડો જોવા મળ્યો. તથાનિર્યાતકોની ડોલર માંગ વધતા મંગળવારે શરૂઆતી બિઝનેસમાં રૂપિયો ૧૭ પૈસાના ઘટાડા સાથે ૬૯.પ૯ રૂપિયા પ્રતિ ડોલર પર આવી ગયો. ડીલરોએ કહ્યું કે વિદેશી બજારોમાં ડોલર મજબૂત થતાં રૂપિયા પર દબાણ રહ્યું. જોકે સતત વિદેશી રોકાણ અને ઘરેલૂ બજાર બઢતમાં ખુલતા રૂપિયાના ઘટાડામાં થોડી લગામ રહી. અંતર બેંક મુદ્રમાં મંગળવારે રૂપિયો ૬૯.પપના સ્તર પર ખૂલ્યો, પરંતુ ત્યારબાદ વધુ નબળો થઇને ૬૯.પ૯ના સ્તર પર પહોંચી ગયો. સોમવારે રૂપિયો ૬૯.૪ર રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો.

(3:50 pm IST)