Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાજ પઢવાની મંજુરી મામલે સુપ્રીમે કેન્દ્રસરકારને ફટકારી નોટિસ

મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, વકફ બોર્ડને ચાર સપ્તાહમાં જવાબ આપવાનો કોર્ટનો આદેશ

નવીદિલ્હી, તા.૧૬: મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાજ પઢવાની મંજુરી આપવાના મામલે સુપ્રીમકોર્ટે સુનાવણી કરી સુપ્રીમકોટે કેન્દ્ર સરકાર, એનસીડબલ્યુ, મુસ્લિમ પર્સનલલો બોર્ડ, વકફ બોર્ડને નોટીસ જાહેર કરીને ૪ સપ્તાહમાં જવાબ માંગ્યો છે. જોકે પુર્ણના  મુસ્લિમ દંપતીએ સુપ્રીમકોર્ટમાં મુસ્લિમ મહિલાઓના મસ્જિદમાં પ્રવેશ અંગે અરજી દાખલ કરી હતી. અરજીમાં દંપતીએ કહ્યું હતું કે મુસ્લિમ મહિલાઓને પણ મિસ્જદમાં પ્રવેશ અને પ્રાર્થનાનો અધિકાર મળે આ દરમ્યાન જસ્ટિસ બોબડેએ એ પણ કહ્યું જેવી રીતે તમામ ઘરમાં કોઇ આવવા ઇચ્છે તો તમારી મંજુરી જરૂરી છે તેમાં સરકાર કયાંથી આવી?

સુનાવણી દરમ્યાન જસ્ટિસ બોબડેએ પુછયું કે મુંબઇની હાજીઅલીની દરગાહ પર તો મહિલાઓને જવાની મંજુરી છે. તેના અરજીકર્તાએ કહ્યું કે કેટલાક સ્થળો પર હજુ પણ પ્રતિબંધ લાગેલો છે. જસ્ટિસ નજીરે પુછયું, આ અંગે મકકા-નદીમાં શું નિયમ છે? ત્યારબાદ અરજીકર્તાએ કેનેડાની એક મસ્જિદનું પણ કહ્યું. સુનાવણી દરમ્યાન જસ્ટિસ બોબડે કહ્યું, શુ મૌલિક સંવેધાનિક સમાનતા કોઇ વિશેષ પર લાગુ થાય છે? શુ મંદિર અને મસ્જિદ સરકાર છે? તેને યર્ક પાર્ટી ચલાવે છે. જેવી રીતે તમારા ઘરમા કોઇ આવવા ઇચ્છેતો તેમની મંજુરી જરૂરી છે તેમાં સરકાર કયાંથી આવી!

અરજીકર્તા દપંતીએ અગાઉ અનેક મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશ માટે અપીલ કરી હતી. પરંતુ સફળતા નહી મળવા પર સુપ્રીમના દ્વારે પહોંચ્યા અરજીકર્તાનું કહેવું છે કે મહિલાઓને મસ્જિદમાં પ્રવેશ કરવાથી રોકવું એ ગેરકાયેદર છે અને તે મૂળભૂત અધિકારીઓનું ઉલ્લેધન કરે છે.

 

(3:47 pm IST)