Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

જમ્મુ- કાશ્મીરની ઉધમપુર લોકસભા બેઠકઃ ભાજપ જાળવી રાખવા અને કોંગ્રેસ ફરી મેળવવા જોર લગાવે છે

આ બેઠકમાં છ જીલ્લાઓ છેઃ જેમાં કઠુઆ જીલ્લો નિર્ણાયક બને છે

જમ્મુ,  દેશભરમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે જમ્મુ- કાશ્મીરની ઉધમપુર- ડોડા બેઠકને જાળવી રાખવા ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહ્યુ છે. સામા પક્ષે કોંગ્રેસ પણ આ બેઠક મેળવવા દરેક સંભવ પ્રયત્નો કરી રહ્યું છે. આ બેઠક ઉપર સૌથી મોટો જીલ્લો કઠુઆ છે.

ભાજપ કઠુઆ જીલ્લામાં પોતાનો જનાધાર ઓછો થવા દેવા માગતો નથી. અહીં વડાપ્રધાન નરેન્દ્રભાઈની સભા થવા જઈ રહી છે. ઉપરાંત કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ, ક્રિકેટર ગૌતમ ગંભીર, અવીનાશ રાય પણ પ્રચાર કરી ચૂકયા છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવ પણ પ્રચાર કરનાર છે.

ઉધમપુર- ડોડા બેઠક હેઠળ છ જીલ્લાઓ આવે છે. જેમાં ઉધમપુર, ડોડા, કઠુઆ, રામબન, રિયાસી અને કિશ્તવાડનો સમાવેશ થાય છે. પણ આ બેઠકમાં હાર- જીતનો નિર્ણય કઠુઆ જીલ્લાના ૪,૯૧,૯૦૦ મતદારો કરે છે. ગત લોકસભામાં કઠુઆમાં મતદારો નિર્ણાયક બન્યા હતા અને ભાજપને જીત મળેલ. કોંગ્રેસના દિગ્ગજનેતા ગુલાબ નબી આઝાદ હાર્યા હતા.

આ વખતે ભાજપના પૂર્વ નેતા ચૌધરી લાલસિંહ ડોગરા સ્વાભીમાન સંગઠન વતી ચૂંટણી લડી રહ્યા છે. તેઓની કઠુઆ જીલ્લામાં પકડ સારી છે. કઠુઆ કાંડ બાદ ભાજપે તેમને હાંસીયામાં ધકેલ્યા બાદ થોડા દિવસ પહેલા પાર્ટીમાંથી દુર કર્યા હતા.

(3:32 pm IST)
  • વડાપ્રધાન મોદી 23 એપ્રિલના રોજ પોતાનો મત, રાણીપ - અમદાવાદ ખાતે નિશાન વિદ્યાલયના પોલિંગ બુથ પર સવારે 7-30 વાગ્યે આપશે જશે તેમ જાણવા મળે છે. access_time 10:57 pm IST

  • પાટણમાં પવનના સુસવાટા સાથે હળવા વરસાદી છાંટા access_time 4:30 pm IST

  • કર્ણાટકમાં JDS ઉમેદવારોના નિવાસસ્થાન ઉપર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના દરોડા : લોકસભાની ચૂંટણી લડી રહેલા પાર્ટી સુપ્રીમો એચ.ડી.દેવગૌડાના પૌત્ર નિખિલ કુમારસ્વામી તથા પ્રજવલ રેવન પાસે આવક કરતા વધુ સંપત્તિ તથા કાળું નાણું હોવાની બાતમી : ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટનું મંતવ્ય : સરકાર દ્વારા સત્તાનો દુરુપયોગ થઇ રહ્યો છે : JDS સમર્થકોનું મંતવ્ય access_time 12:48 pm IST