Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

કાશ્મીરના સરહદી વિસ્તારમાં પાકિસ્તાની કબુતર પકડાયું

જાસૂસી માટે વપરાયું હોવાની પોલીસને આશંકા

જમ્મુ તા.૧૬: સરહદી અરનિયા વિસ્તારમાં લોકોએ એક પાકિસ્તાની કબૂતર પકડીને પોલીસને સોંપી દીધું હતું. કબૂતર પર ઉર્દુમાં અક્ષર અને એક આંકડો લખેલો હતો. કબૂતરને અરનિયાના દેવીગઢ ઇલાકામાં સૈન્યની શિબીર પાસે ઉડતું સોહનલાલ નામની વ્યકિતએ જોયું હતું.

કબૂતર પર ઉર્દૂમાં કંઇન લખેલું જોઇને તેને શંકા થઇ હતી. સોહને કબૂતરને પકડીને પોલીસના હવાલે કર્યું હતંુ. પોલિસે કબૂતર પર લખેલા અક્ષરો વાંચ્યા તો ખબર પડી કે તેના પર રફીકી જટ્ટ નામ લખ્યું હતું. તે સાથે જ એક નંબર ડી-૩૪૫ -૪૬૫૦૩૯૭ પણ લખ્યું હતું.

પોલિસ લખેલા નંબરને ડી-કોડ કરવાનો પ્રયત્ન કરી રહી છે. પોલિસનું કહેવું છે કે નામ તો કબૂતરના માલિકનું હોઇ શકે છેે પણ તેના પર લખેલો નંબર શંકાસ્પદ છે. પોલિસને આ કબૂતર જાસૂસી માટે વપરાયું હોવાની શંકા છે. પોલિસ આ નંબરની તપાસ કરી રહી છે. જેથી તેના અંગે કોઇ માહિતી મળે.

સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે આ રીતે કેમેરા સાથેના પક્ષીઓ મોકલીને પાકિસ્તાન જાસૂસી પણ કરાવી શકે છે.

(3:31 pm IST)