Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

કોઈપણ મહિલા માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવો યોગ્ય નથી : આઝમખાનના નિવેદન પર અર્પણા યાદવની પ્રતિક્રિયા

અખિલેશ યાદવ અને માયાવતીના મૌન વિશે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો.

યુપીમાં સપા નેતા આઝમ ખાનના વિવાદી નિવેદન પર પ્રતિક્રિયા આપતા અપર્ણા યાદવે કહ્યુ, 'કોઈ પણ વ્યક્તિએ આ રીતનું નિવેદન ન આપવુ જોઈએ. આ બહુ દુઃખની વાત છે કે આઝમ ખાનજીએ આવી વાત બોલી છે.

    અર્પણા યાદવે કહ્યું કે આ રીતના સ્ટેટમેન્ટથી કોઈ પણ વ્યક્તિ મોટા નેતા ન બની શકે અને એ વાતનો કોઈ અર્થ નથી કે કોઈ મહિલા ભાજપ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી કે અપના દલમાં હતી કે છે. હું બસ એટલુ કહીશ કે કોઈ પણ મહિલા માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવો યોગ્ય નથી અને હું આની નિંદા કરુ છુ.' સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતીના મૌન વિશે અપર્ણા યાદવે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો.

(2:36 pm IST)
  • સુશીલ મોદી રાહુલ પર કરશે માનહાનીનો કેસ : કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સભા ગજવતા કહ્યું હતું કે, મોદી સરનેમ વાળા તમામ ચોર તેવું વિવાદીત નિવેદન પર સુશીલ મોદી રાહુલ વિરૂદ્ધ માનહાનીનો કેસ કરશે access_time 4:01 pm IST

  • ઇલેક્શન કમિશને તામિલનાડુની વેલ્લોર લોકસભા બેઠકની ચૂંટણી રદ્દ કરી હોવાનું જણાવ્યું છે. access_time 10:55 pm IST

  • તામિલનાડુમાં જબરો રાજકીય ગરમાવો : DMKના લોકસભા ચૂંટણીના થુઠુંકુડી બેઠકના ઉમેદવાર સુ.શ્રી. એમ.કે. કનીમોઝીના ચેન્નાઇ સ્થિત ઠેકાણાઓ પર ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયું સર્ચ ઓપરેશન : રાજકીય ઉથલપાથલના એંધાણ access_time 10:56 pm IST