Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

બારાબંકીમાં મોદીની તસ્વીર વાળી રેલવેની ટિકિટ વેંચતા ચાર અધિકારીઓને રેલવેએ સસ્પેન્ડ કર્યા

પ્રતિબંધ હોવા છતા જૂના રોલ પર ટિકિટ છાપીને મુસાફરોને ટિકિટ આપી

યુપીના બારાબંકીમાં પીએમ મોદીની તસ્વીર વાળી રેલેવ ટિકિટ વહેંચતા રેલવેએ ચાર કર્મચારીને સસ્પેન્ડ કર્યા. ચારેય કર્મચારી પર આચાર સંહિતામાં પીએમ મોદીની તસ્વીર વાળી ટિકિટ વહેંચવા પર પ્રતિબંધ હોવા છતા ટિકિટ વહેંચવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

આ તમામ અધિકારીઓએ ભૂલથી ટિકિટના જૂના રોલ પર ટિકિટ છાપીને મુસાફરોને ટિકિટ આપી હતી.

ઘટના અંગેની જાણ થતા રેલવે વિભાગ એક્શનમોડમાં આવ્યુ હતુ. અને ચાર અધિકારીને સસ્પેન્ડ કર્યા છે. મહત્વુપૂર્ણ છે કે આ પહેલા ચૂંટણી પંચે એર ઈન્ડિયા પાસે પીએમ મોદીની તસ્વીર વાળી ટિકિટ અંગે રિપોર્ટ માગ્યો હતો. એર ઈન્ડિયા બાદ રેલવે પણ ચૂંટણી પંચની રડારમાં આવ્યુ હતુ.

(1:17 pm IST)