Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

બાલાકોટ હીરો વિંગ કમાન્ડર અભિનંદન દ્વારા મોદીને મત અને ભાજપને સમર્થનનો દાવો પાયાવિહોણો ;તસ્વીર ખોટી

તસવીર અભિનંદન વર્થમાનની નહીં, પણ તેમના જેવી મૂંછ રાખતા બીજા કોઈ શખ્સની છે.

નવી દિલ્હી :ફેસબુક અને ટ્વિટ સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક તસવીર એવા દાવા સાથે શૅર કરાઈ રહી છે કે પાકિસ્તાનથી ભારત પરત ફરેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાને ખુલ્લેઆમ ભાજપને સમર્થન આપ્યું છે અને વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના પક્ષમાં મતદાન કર્યું

  તસવીરની તપાસ બાદ  જાણવા મળ્યું કે સોશિયલ મીડિયા પર ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડરના નામે જે દાવા કરવામાં આવી રહ્યા છે, તે પાયાવિહોણા છે અને તસવીર અભિનંદન વર્થમાનની નહીં, પણ તેમના જેવી મૂંછ રાખતા બીજા કોઈ શખ્સની છે.

(12:21 pm IST)