Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

ચૂંટણી પંચે સૂચના-પ્રસારણ મંત્રાલયને રાજકીય ભેદભાવ રોકવા દૂરદર્શનને આદેશ આપ્યો

ભાજપનું કવરેજ ૧૬૦ કલાક, તો કોંગ્રેસનું માત્ર ૮૦ કલાક જ દર્શાવવામાં આવ્યું

નવી દિલ્હી, તા.૧૬: ચૂંટણી કવરજેજને લઇને આ વખતે સરકારી ચેનલ દૂરદર્શન પર ઘણા પ્રકારના પ્રશ્નો ઊભા થઇ રહ્યા છે. ચૂંટણી કમિશ્નરને હવે એના પર સખ્તી દર્શાવી છે. કમિશ્નર તરફથી સૂચના અને પ્રસારણ મંત્રાલયને કહેવામાં આવ્યું છે કે તેઓ દૂરદર્શનને આદેશ આપી રાજકીય દળોના કવરેજમાં ભેદભાવ કરવાની ના પાડે. કોંગ્રેસ સહિત ઘણા વિરોધ પક્ષોએ આરોપ મૂકયો હતો કે દૂરદર્શને ભાજપના મૈં ભી ચોકદાર કાર્યક્રમને લાઇવ બતાવ્યો હતો.

ચૂંટણી પંચે દલીલ કરી છે કે તેમની વહીવટી સમિતિએ રીપોર્ટ આપ્યો છે કે છેલ્લા એક મહિનામાં સરકારી પ્રસારક એટલે કે મીડિયા માધ્યમ દૂરદર્શનના સમાચાર અને પ્રાદેશિક ચેનલોએ ભાજપનું કવરેજ ૧૬૦ કલાક દર્શાવ્યું હતું. જયારે કોંગ્રેસનું માત્ર ૮૦ કલાક જેટલું દર્શાવવામાં આવ્યું હતું.

(11:40 am IST)