Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

છેલ્લાં પાંચ વર્ષમાં થયો થર્ડ જેન્ડર મતદારોની સંખ્યામાં ૭૦૦નો વધારો

નવી દિલ્હી તા.૧૬: ભારતીય ચૂંટણીપંચે ૨૦૦૯ની લોકસભાની ચૂંટણી પહેલાં નવું સીમાંકન કર્યું હતું સાથે નવા મતદારીની નોંધણીમાં પહેલીવાર પુરૂષ, સ્ત્રી એમ બે કેટેગરીની સાથે ત્રીજી કેટેગરી એટલે કે થર્ડ જેન્ડરની નોંધણી શરૂ કરી હતી. આ પહેલાં મતદાર યાદીમાં થર્ડ જેન્ડરની નોંધણી થતી નહોતી. હવે થર્ડ જેન્ડર પણ સામેથી નોંધણી કરાવવા આવી રહ્યા છે.

ગુજરાત લોકસભા બેઠકની ૨૬ બેઠક પર થર્ડ જેન્ડર મતદારોની સંખ્યામાં ૨૦૧૪ની સરખામણીમાં ૨૦૧૯માં ૭૦૫ થર્ડ જેન્ડર મતદારો વધ્યા છે. જેમાં લોકસભાની કચ્છ (એસ.સી.) બેઠક પર ૨૦૧૪માં એક પણ થર્ડ જેન્ડર મતદાર નહોતો તેની જગ્યાએ ૨૦૧૯માં ૧૨ મતદાર ત્રીજી કેટેગરીના નોંધાયા હતા. તેવી જ રીતે બનસકાંઠા, પાટણ, અમરેલી અને વલસાડ (એસ.ટી.) બેઠક પર એકપણ થર્ડ જેન્ડર મતદાર ૨૦૧૪માં નહોતો જેની સામે ૨૦૧૯માં બનાસકાંઠા ૪, પાટણ ૨૧, અમરેલી ૨૧ અને વલસાડ (એસ.ટી.) ૧૪ મતદાર ત્રીજી કેટેગરીના એટલે કે થર્ડ જેન્ડરના નોંધાયા હતા.

(11:39 am IST)