Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

પહેલા તબક્કાના મતદાન પછી રાજકીય પક્ષો ચિંતાતુર

બીજા તબક્કાથી બૂથ મેનેજમેન્ટ પર મુકાશે ભાર ઓછા માર્જીનવાળી બેઠકો પર થશે અસર

નવી દિલ્હી તા.૧૬: ગુરૂવારે દેશમાં પહેલા તબક્કાનું ૯૧ બેઠકો પર મતદાન થઇ ગયું છે. મતદાન પછી બધા પક્ષો તરફથી સમીક્ષા થઇ રહી છે અને જયાં મતદાન થઇ ગયું છે ત્યાંના ફીડબેક મેળવાઇ રહ્યા છે. પણ પહેલા તબક્કામાં જે રીતે મતદાનમાં અપેક્ષા કરતા ઓછા મત પડયા છે તેના લીધે બધા પક્ષોનું ગણિત આડુ અવળું થઇ ગયું છે. આ ઓછા મતદાનથી કોને લાભ અને કોને નુકસાન થશે તે જાણવાના પ્રયત્નો થઇ રહ્યા છે.

આ વખતની ચૂંટણીમાં વોટીંગ ટ્રેડની અસર પરિણામો પર પડવાનંુ નક્કી માનવામાં આવે છે. નિષ્ણાતો અનુસાર ઓછા માર્જીનવાળી બેઠકો પર જે પક્ષો પોતાના  મતદારોને બૂથ સુધી મોકલવામાં સફળ થશે તે વધારે ફાયદામાં રહેશે. સામાન્ય રીતે જયારે બહુ વધારે મતદાન થાય તો એવું મનાય છે કે લોકો સત્તા પરિવર્તન ઇચ્છે છે, જયારે ઓછા મતદાનથી એવો સંદેશો મળે છે કે મતદારોમાં તેના પ્રત્યે ઉત્સાહ નથી જેને સત્તાધારી પક્ષ પોતાની તરફેણમાં ગણે છે. પણ હમણાં હમણાં થયેલી બધી ચૂંટણીઓને જોવામાં આવે તો દરેક ચૂંટણીમાં સરેરાશ ૭-૧૦ ટકાનો વધારો મતદાનમાં થતો રહ્યો છે. આ વખતે ઘણા રાજ્યોમાં મતદાન ૨૦૧૪ની સરખામણીમાં કાં તો ઘટયું છે અથવા તેના જેટલું જ રહ્યું છે.

વોટીંગ પેટર્નથી ગણિતમાં ગુંચવાડો

૨૦૧૪માં કુલ ૬૬.૪૪ ટકા મતદાન થયું હતંુ. જયારે ૧૧ એપ્રિલે થયેલ પહેલા તબક્કાના મતદાનમાં ૬૯.૪૩ ટકા મત પડયા છે. જો કે કુલ મતદાનની સરખામણીમાં તે વધારે છે પણ તેની બીજી બાજુ જોઇએ તો ૯૧માંથી ૫૩ બેઠકો પર ૨૦૧૪ની તુલનામાં ઓછું મતદાન થયું છે. ૧૦ બેઠકો પર ફકત ૧ ટકાનો વધારો થયો છે જયારે ૧૫ બેઠકો પર ૭ ટકાથી વધારે વધારો જોવા મળ્યો છે.

ઓછા માર્જીનવાળી બેઠકો પર અસર

૨૦૧૪ની ચૂંટણીમાં ૧૦૨ બેઠકો એવી હતી જયાં ટક્કર કસોકસની હતી. આ બધી બેઠકો પર હાર જીત વચ્ચે ૧૦ હજારથી પણ ઓછા મતોનું અંતર હતું. ઓછા મતદાનથી આવી બેઠકો પર બહુ અસર થશે અને પરિણામ કોઇપણ બાજુ આવી શકે. આવી બેકઠો પર જે પક્ષ પોતાના વધુને વધુ મતદારોને બૂથ સુધી લાવી શકશે તેને ફાયદો થવાની શકયતાઓ છે. ઉપરાંત બધા રાજકીય પક્ષોને ગરમીની ચિંતા પણ સતાવે છે. મોસમ વિભાગ અનુસાર આગામી દિવસોમાં ગરમી વધવાની છે. બીજા તબક્કાનું મતદાન ૧૮ એપ્રિલે ૭૬ બેઠકો પર થવાનું છે.

(11:27 am IST)
  • કાલાવડ રોડ-મહિલા કોલેજ અંડરબ્રીજ પાસે સામાન્‍ય વરસાદમાં અનેક વાહન ચાલકો સ્‍લીપ થયાઃ એકને ઈજા : શહેરના કાલાવડ રોડ મહિલા કોલેજ બ્રીજ પાસે સામાન્‍ય વરસાદમાં રોડ ભીના થતા રોડ ઉપર અનેક વાહનચાલકો સ્‍લીપ થયા હતા. એક સ્‍કૂટર ચાલકને ઈજાગ્રસ્‍ત હાલતમાં ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફત હોસ્‍પીટલે પણ ખસેડવામાં આવેલ છે. access_time 4:34 pm IST

  • 48 કલાક સુધી જાહેર પ્રચાર ઉપર મુકાયેલા બાન બદલ બસપા સુપ્રીમો માયાવતીએ ચૂંટણી પંચ વિરુધ્ધ કરેલી અરજીને ફગાવી દેતી સુપ્રીમ કોર્ટ : આચારસંહિતાનો ભંગ કરતા નિવેદનો કરવા બદલ ચૂંટણી પંચે આજ સવારના 6 વાગ્યાથી 48 કલાક માટે માયાવતી ઉપર તથા 72 કલાક માટે યોગી આદિત્યનાથ ઉપર જાહેર પ્રચાર કરવા ઉપર બાન મુકેલ છે : યુ.પી.ના ચિફ મિનિસ્ટર યોગી આદિત્યનાથે મંદિરમાં જઈ હનુમાન ચાલીસાના પાઠ કર્યા access_time 11:57 am IST

  • " ફેક ન્યુઝ " : બોગસ વોટિંગ માટે બનાવટી આંગળીઓ વપરાઈ રહી છે : પોલીંગ બુથ ઉપર બેઠેલા અધિકારીઓએ શાહીનું નિશાન કર્યા પછી આંગળી ખેંચી જોઈ ખાતરી કરવી : સોશિઅલ મીડિયામાં ફેસબુક અને ટ્વીટર ઉપર વાઇરલ થઇ રહેલા ન્યુઝ માં દર્શાવાતો ફોટો જાપાનની ગેંગસ્ટર માટેનો છે : તેને ભારતની લોકસભાની ચૂંટણીઓ સાથે કંઈ લેવા દેવા નથી : ટાઈમ્સ ફેક્ટ ચેકનો અહેવાલ access_time 6:40 pm IST