Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

હું છેલ્લા પ વર્ષથી નહિ પણ ૧૮ વર્ષથી ગાળો સાંભળી રહ્યો છું છતાં મે સંતુલન નથી ગુમાવ્યુ

પ વર્ષ સુધી મે નિષ્ઠા સમર્પણ મહેનત સાથે કામ કર્યુ છેઃ આંબેડકરે પણ વંશવાદનો વિરોધ કર્યો હતોઃ તેમણે લોકતંત્ર માટે તે ખતરારૂપ ગણાવ્યુ હતું

નવી દિલ્હી, તા.૧૬: વડાપ્રધાન મોદીએ ફરી એકવાર કેન્દ્રની સત્તામાં કમબેકનો વિશ્વાસ વ્યકત કરતા કહ્યું કે, અમે ૫ વર્ષમાં એટલું કામ કર્યુ છે કે, પરત ફરવાનો આત્મવિશ્વાસ છે. તેમણે કહ્યું કે, ૫ વર્ષ સુધી મેં સંપૂર્ણ સમર્પણ, નિષ્ઠા અને મહેનત સાથે કામ કર્યું. હું નવો હતો અને વસ્તુઓને શીખતા, નવા વિચારોને શામેલ કરતા કામ કર્યું. સ્પીડ, સ્કેલ અને સ્કિલની સાથે ખૂબ કામ કર્યું પણ આજ સુધી અમારા પર કોઈ ડાદ્ય નથી. આના કારણે અમને પૂર્ણ વિશ્વાસ છે કે, અમે ફરી એકવાર સત્તામાં પાછા આવવાના છીએ.

બીજા તબક્કાની ચૂંટણીના ત્રણ દિવસ પહેલા ડીડી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, હું છેલ્લા ૫ નહીં પણ ૧૮ વર્ષોથી ગાળો સાંભળી રહ્યો છું. ડિકશનરીમાં ભાગ્યે જ એવો કોઈ શબ્દ હશે, જે મારા માટે ઉપયોગ ન કરાયો હોય, પણ આ બધાની વચ્ચે અમે આત્મસંતુલન ગુમાવ્યું નથી. PM મોદીએ કહ્યું કે, રફાલ ડીલ અંગે લાગી રહેલા આરોપ અંગે મારા પર તથ્યો વિના આરોપો લગાવામાં આવી રહ્યાં છે.

કોંગ્રેસ અને નેહરુ-ગાંધી પરિવાર પર સીધો હુમલો કરતા ભ્પ્ મોદીએ કહ્યું કે, ૫૫ વર્ષ સુધી દેશ પર વશતંત્ર ચાલતું રહ્યું છે. જો કોઈ મને ૫૫ મહિના માટે જવાબદાર માને છે તો શું ૫૫ વર્ષવાળાઓની કોઈ જવાબદારી નથી. મને ગાળનો સવાલ છે તો તે નામદાર છે. તેમના નાના, દાદી અને પિતા વડાપ્રધાન રહ્યાં અને અમે કયાં ચાવાળા. આવામાં પોતાની આદતની સરખામણીએ અમારા જેવા લોકોને ગાળ આપી રહ્યાં છે.

સૈન્યના અભિયાનના રાજકીય ઉપયોગનો સવાલ પૂછવા પર મોદીએ કહ્યું કે, મીડિયામાં એક હાઈપર સેકયુલર વર્ગ છે. આમની એક રીત છે કે, કોઈપણ બાબતે મોદીને ઘેરવા છે. તેમણે ચોકીદાર-ચોકીદાર કહી વાત ફેલાવી, મેં તેને યોગ્ય રૂપ આપી દીધું. ખેડૂત મરે તો ચૂંટણીનો મુદ્દો પણ જવાન શહીદ થાય તો તે ચૂંટણીનો મુદ્દો કેમ ન હોઈ શકે. PM મોદીએ કહ્યું કે, આતંકવાદથી આપણે આઝાદી બાદથી ઝઝૂમી રહ્યાં છીએ અને જો અમે આ મુદ્દો નહીં બનાવીએ તો ખોટું હશે. કાશ્મીર પર પણ હલ ન નીકળ્યો. હવે અમારે રસ્તો ન બદલવો જોઈએ? શું દુનિયાનો કોઈ દેશ દેશભકિતની પ્રેરણા વિના ચાલી શકે?

એવોર્ડ વાપસી અને અભિવ્યકિતની સ્વતંત્રતા પર સવાલ ઉઠાવાયા અંગે PM મોદીએ કહ્યું કે, આ લોકોની વાતોને જનતાએ સ્વીકારી નથી. આપણા દેશમાં વિદેશથી નાણાં લાવવા હોય તો તેના માટે કાયદો છે. આ અંતર્ગ ત જો કોઈ વિદેશથી ધન લાવે તો તેને સરકારને હિસાબ આપવો પડશે. કોઈ હિસાબ આપતું જ નહોતું, અમે આવીને કાયદાનું પાલન કરવાની ચિઠ્ઠી મોકલી. તમે દંગ રહી જશો કે, ૨૦ હજાર એવી સંસ્થાઓ નીકળી, જેમણે હિસાબ આપવાની ના પાડી દીધી. આનો મતલબ એ થયો કે, તે રૂપિયા દેશના અહિતમાં વપરાઈ રહ્યાં હશે. હવે તે દુકાનો બંધ થઈ ગઈ. હવે તેમાંથી જ કેટલાક લોકો હશે, જે સાઈન કરાવી દેતા હશે.

ગાંધી પરિવાર પર ખાસપણે હુમલો કરતા રહેવા અંગે પૂછવામાં આવતા પીએમ મોદીએ કહ્યું કે, એક ટીવી ઈન્ટરવ્યુમાં તો મને પૂછવામાં આવ્યું હતું કે, તમે તેમના નામ કેમ નથી લેતા. બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે, વંશવાદ લોકતંત્ર માટે સૌથી મોટો ખતરો છે. જો હું આનો વિરોધ કરું તો હું સ્વસ્થ લોકસતંત્ર માટે કરી રહ્યો છું.

(10:01 am IST)