Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

ઓડિશામાં ભાજપા નેતાની ગોળી મારી હત્યાઃ પાર્ટીએ કર્યુ બંધનુ એલાન

ઓરિસ્સાના ખોર્ધામાં બદમાશોએ સ્થાનિય ભાજપા નેતા માંગુલી જેનાની રવિવારે રાતના ગોળી મારી હત્યા કરી નાખી. જેના વિરોધમાં બીજેપીએ શહેરમાં બંધનુ એલાન કર્યુ.  જયારે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનએ  બીજેપી કાર્યકર્તાઓથી લોકતંત્રમાં વિશ્વાસ  અને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છેે. પ્રધાનમંત્રી ૧૬ એપ્રિલના ઓરીસ્સામાં રેલી કરશે.

(8:48 am IST)
  • કાલાવડ રોડ-મહિલા કોલેજ અંડરબ્રીજ પાસે સામાન્‍ય વરસાદમાં અનેક વાહન ચાલકો સ્‍લીપ થયાઃ એકને ઈજા : શહેરના કાલાવડ રોડ મહિલા કોલેજ બ્રીજ પાસે સામાન્‍ય વરસાદમાં રોડ ભીના થતા રોડ ઉપર અનેક વાહનચાલકો સ્‍લીપ થયા હતા. એક સ્‍કૂટર ચાલકને ઈજાગ્રસ્‍ત હાલતમાં ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફત હોસ્‍પીટલે પણ ખસેડવામાં આવેલ છે. access_time 4:34 pm IST

  • વડાપ્રધાન મોદી 23 એપ્રિલના રોજ પોતાનો મત, રાણીપ - અમદાવાદ ખાતે નિશાન વિદ્યાલયના પોલિંગ બુથ પર સવારે 7-30 વાગ્યે આપશે જશે તેમ જાણવા મળે છે. access_time 10:57 pm IST

  • પાટણમાં પવનના સુસવાટા સાથે હળવા વરસાદી છાંટા access_time 4:30 pm IST