Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

મોદી રાષ્ટ્રવાદી હોય તો રાષ્ટ્રની વાત કરે:ખેડૂતો, યુવાનો,અને મહિલાઓની વાત કરે. ચૂંટણી સમયે પાકિસ્તાનની વાત ન કરો.

ફતેહપુર સિકરીમાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં રેલીમાં પ્રિયંકા ગાંધીએ મોદી પર પ્રહાર કર્યા

 

કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાકીને તેમના રાષ્ટ્રવાદ પર સવાલ ઉઠાવ્યા છે. પ્રિયંકાએ કહ્યું હતું કે, સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન કરવાનું બંધ કરો. જો વડાપ્રધાન મોદી રાષ્ટ્રવાદી છે, તો રાષ્ટ્રની વાત કરે. ભારતના ખેડૂતો, યુવાનો, મહિલાઓની વાત કરે. ચૂંટણી સમયે પાકિસ્તાનની વાત કરો

પ્રિયંકા ગાંધીએ મોદીને એવો પણ પ્રશ્ન કર્યો હતો કે દેશના યુવાનોની વાત કેમ સાંભળતા નથી ? લોકોની વાત કેમ કરતા નથી ? જનતાનો અવાજ કેમ દબાવી દેવામાં આવે છે ? તમે(મોદી) જણાવો કે જનતા માટે શું કર્યું છે. અસલી રાષ્ટ્રવાદી સત્યના માર્ગથી ભટકતા નથી. રાષ્ટ્રની વાત કરો

મોદીના ભાષણોનો ઉલ્લેખ કરતાં પ્રિયંકા ગાંધીએ એમ પણ કહ્યું કે, મોદી પોતાના નિવેદનોમાં રાષ્ટ્રનો ઉલ્લેખ કેમ કરતા નથી, કેમ પાકિસ્તાન પર નિવેદન આપી રહ્યાં છે ?

ફતેહપુર સિકરીમાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં યોજાયેલી રેલીમાં પ્રિયંકા ગાંધીએ મોદી પર હુમલો કરતાં જણાવ્યું કે, રાષ્ટ્રવાદી છો તો જ્યારે દેશભરના ખેડૂતો ઉઘાડા પગે તમારા દરવાજા આવ્યા ત્યારે એમને કેમ મળ્યા નહીં. રાષ્ટ્રવાદી છો તો જ્યારે તમારા કોઈ સાથીએ મહિલા વિરુદ્ધ નિવેદન આપ્યું તો પછી શિષ્ટાચાર દેખાડ્યો કેમ નહીં. રાષ્ટ્રવાદી છો તો પછી ધર્મના નામે નિર્મમ હત્યા કરાઈ, તો હત્યારાઓને સન્માનિત કરવાને બદલે પરિવારજનો પ્રત્યે શાંત્વના કેમ વ્યક્ત કરી નહીં. જો રાષ્ટ્રવાદી છો જનતાની અવાજ કેમ દબાવવા ઈચ્છો છો.

(12:00 am IST)
  • વડાપ્રધાન મોદી 23 એપ્રિલના રોજ પોતાનો મત, રાણીપ - અમદાવાદ ખાતે નિશાન વિદ્યાલયના પોલિંગ બુથ પર સવારે 7-30 વાગ્યે આપશે જશે તેમ જાણવા મળે છે. access_time 10:57 pm IST

  • ભારતને તોડવા માંગતા હોત તો હિન્દુસ્તાનનું અસ્તિત્વ જ ન હોત: ફારુક અબ્દુલ્લા:પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ યાદ રાખવું જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નહોતું લડવા માંગતું તો તેમણે જ ઝંડો ઉઠાવ્યો હતો access_time 1:14 am IST

  • કાલાવડ રોડ-મહિલા કોલેજ અંડરબ્રીજ પાસે સામાન્‍ય વરસાદમાં અનેક વાહન ચાલકો સ્‍લીપ થયાઃ એકને ઈજા : શહેરના કાલાવડ રોડ મહિલા કોલેજ બ્રીજ પાસે સામાન્‍ય વરસાદમાં રોડ ભીના થતા રોડ ઉપર અનેક વાહનચાલકો સ્‍લીપ થયા હતા. એક સ્‍કૂટર ચાલકને ઈજાગ્રસ્‍ત હાલતમાં ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફત હોસ્‍પીટલે પણ ખસેડવામાં આવેલ છે. access_time 4:34 pm IST