Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

રવિન્દ્ર જાડેજાએ જાહેર કર્યું ભાજપને સમર્થન :બહેન નયના બા તથા પિતા અનિરુદ્ધસિંહ કોંગ્રેસમાં જોડાયાના બીજા દિવસે જ ભાજપને ટેકો .

જાડેજાએ ટ્વીટ કર્યાના એક જ કલાકમાં 500 કોમેન્ટ :સમર્થનને 5000 લોકોએ લાઈક કર્યું અને 1500 રિ-ટવીટ થઈ ગયા

 

રાજકોટ:વર્લ્ડકપ-2019 માટે ટીમ ઈન્ડિયામાં પસંદગી પામનાર રવીન્દ્ર જાડેજાએ ભાજપને ખુલ્લેઆમ સમર્થન જાહેર કર્યું છે ક્રિકેટરના પરિવારમાં વિચારધારાના બે ફાંટા પડી ગયા હોય તેવી રીતે રવીન્દ્ર જાડેજાના બહેન નયના બા જાડેજા અને પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ કોંગ્રેસનોહાથપકડ્યો હતો જયારે રવીન્દ્રના પત્ની રિવાબા જાડેજા એકાદ મહિના પહેલાં ભાજપ સાથે જોડાઈ ગયા હતા. હવે રવીન્દ્ર જાડેજાએ ભાજપને સમર્થન જાહેર કરતાં જાડેજા પરિવારમાં બે પક્ષની વિધારધારા ધરાવતાં લોકો થઈ ગયા છે !

    હાલ આઈપીએલમાં વ્યસ્ત રવીન્દ્ર જાડેજાએ સાંજે 7:25 વાગ્યે ટવીટ કરીને ભાજપને સમર્થન જાહેર કર્યું હતું. રવીન્દ્રએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પત્ની રિવાબાને પણ ટવીટ ટેગ કર્યું હતું. તેણે 7:25 વાગ્યે ટવીટ કર્યાના એકાદ કલાકમાં 500 કોમેન્ટ આવી ગઈ હતી તો તેના સમર્થનને 5000 લોકોએ લાઈક કર્યું હતું અને 1500 રિ-ટવીટ થઈ ગયા હતા.

   અત્રે ઉલ્લેખનીય છે કે રવીન્દ્ર જાડેજા હાલ આઈપીએલમાં ધમાલ મચાવી રહ્યો છે અને તાજેતરમાં તેણે રાજસ્થાન સામે જે રીતે છગ્ગો ફટકાર્યો હતો તે શોટે ઘણી ચર્ચા જગાવી હતી.

  દરમિયાન સોમવારે વર્લ્ડકપ માટે જાહેર કરવામાં આવેલી ટીમમાં પણ રવીન્દ્ર જાડેજાની પસંદગી થતા સૌરાષ્ટ્રીયનોમાં ખુશીનો માહોલ છે  બહેન-પિતાએ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે અને ભાઈ-ભાભીએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે 

(11:48 pm IST)