Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ઇન્ડોનેશિયામાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ :દરિયાકિનારે હાઇએલર્ટ :સુનામીની આગાહી :લોકોમાં ભયનો માહોલ

ભૂકંપનું કેન્દ્ર જમીનથી 43 કિ.મી. નીચે: ગોરોન્ટાલો વિસ્તારથી 280 કિલોમીટર દક્ષિણ તરફ

ઇન્ડોનેશિયામાં 6.8ની તીવ્રતાના આંચકા આવ્યા છે. હાલ ઇન્ડોનેશિયાની સરકારે દરિયાકિનારા વિસ્તારો પર હાઈએલર્ટ આપી સુમાની આવવાની આગાહી કરી છે અને લોકોને ઊંચી જગ્યાએ પહોંચવા જણાવવામાં આવ્યું છે. સ્થાનિક પ્રશાસને પણ માછીમારો અને નાવિકોને દરિયો ન ખેડવા જણાવ્યું છે.

અમેરિકન એજન્સી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ જિઓલોજિકલ એજન્સીએ કહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર જમીનથી 43 કિ.મી. નીચે નોંધવામાં આવ્યું છે. ભૂકંપનું કેન્દ્ર ગોરોન્ટાલો વિસ્તારથી 280 કિલોમીટર દક્ષિણ તરફ હતું. ભૂકંપ આવવાને કારણે લોકો આમતેમ દોડભાગ કરવા લાગ્યા હતા. આ ઉપરાંત લોકોમાં ભયનો માહોલ છે. ભૂકંપને કારણે કોઈ જાનહાનિ થઈ હોવાની ઘટના સામે આવી નથી.

(11:20 pm IST)
  • કુવાડવામાં વરસાદ ચાલુ : રાજકોટના રૈયા ગામ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વરસાદ ચાલુ access_time 4:13 pm IST

  • તામિલનાડુમાં જબરો રાજકીય ગરમાવો : DMKના લોકસભા ચૂંટણીના થુઠુંકુડી બેઠકના ઉમેદવાર સુ.શ્રી. એમ.કે. કનીમોઝીના ચેન્નાઇ સ્થિત ઠેકાણાઓ પર ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયું સર્ચ ઓપરેશન : રાજકીય ઉથલપાથલના એંધાણ access_time 10:56 pm IST

  • ભારતને તોડવા માંગતા હોત તો હિન્દુસ્તાનનું અસ્તિત્વ જ ન હોત: ફારુક અબ્દુલ્લા:પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ યાદ રાખવું જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નહોતું લડવા માંગતું તો તેમણે જ ઝંડો ઉઠાવ્યો હતો access_time 1:14 am IST