Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

પ્રચાર કરવા પર પાબંધી લાગતા માયાવતી ભડક્યા :કહ્યું નોટિસમાં ક્યાંક મેં ભડકાઉ ભાષણ આપ્યાનો ઉલ્લેખ નથી

ચૂંટણી પંચે પ્રચાર અભિયાન પર લગાવેલી પાબંદી પર માયાવતીએ લખનૌમાં એક પત્રકાર પરિષદ સંબોધી હતી. આ દરમિયાન બસપા સુપ્રિમોએ જણાંવ્યું કે,ચૂંટણી પંચે મારા પર પ્રચાર કરવા પર પાબંદી લગાવી છે. જો કે પંચની નોટીસમાં ક્યાંય પણ ઉલ્લેખ નથી કે, મેં ભડકાઉ ભાષણ આપ્યું છે.

માયાવતીએ કહ્યું કે મારો પક્ષ સાંભળ્યા વિના ચૂંટણી પંચે મારા પર પ્રતિબંધ લગાવ્યો છે. હવે આવનારા બે દિવસ સુધી હું કોઇ પણ રેલીમાં ભાગ નહિં લઇ શકું.પરંતુ મારા કાર્યકરો મારો સંદેશ લોકો સુધી પહોંચાડશે.

    ગત સાત એપ્રિલે દેવબંદ,સહારનપુરમાં ગઠબંધનની સંયુક્ત રેલીને સંબોધતા માયાવતીએ કહ્યું હતું કે,મુસલમાનો પોતાનાં મતોનું વિભાજન ન થવા દે. તેમજ એકજૂથ થઇને ગઠબંધન ઉમેદવાર માટે મત આપજો. ચૂંટણી પંચે આ મામલાની નોંધ લઇને 11 એપ્રિલે નોટીસ મોકલીને જવાબ આપવા જણાંવ્યું હતું. તેમજ 48 કલાક સુધી તેમનાં પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ચૂંટણી પંચનો આદેશ આવતીકાલે સવારે 6 વાગ્યાથી લાગુ પડશે.

(12:00 am IST)