Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

શેરબજારમાં ફરી તેજી : ૧૩૯ પોઇન્ટનો સુધારો નોંધાઈ ગયો

સેંસેક્સ ૩૮૯૦૬ની ઉંચી સપાટી ઉપર બંધ રહ્યો : તાતા મોટર્સના શેરમાં સૌથી ઉલ્લેખનીય સુધારો નોંધાયો ઇન્ફોસીસ શેરમાં સૌથી મોટો કડાકો કારોબારમાં બોલાયો

મુંબઈ, તા. ૧૪ : શેરબજારમાં આજે તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૩૯ પોઇન્ટ સુધરીને ૩૮૯૦૬ની સપાટીએ રહ્યો હતો. તાતા મોટર્સના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો જ્યારે ઇન્ફોસીસ અને અન્ય કેટલીક કંપનીઓના શેરમાં તીવ્ર કડાકો બોલી ગયો હતો. માર્કેટ બ્રીડ્થ તેજીમાં રહી હતી. આજે કારોબાર ૨૮૦૦ કંપનીઓમાં થયો તો જે પૈકી ૧૪૫૪ શેરમાં તેજી અને ૧૧૨૯ શેરમાં મંદી રહી હતી. ૨૧૭ શેરમાં યથાસ્થિતિ રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૭૫ પોઇન્ટનો સુધારો રહેતા તેની સપાટી ૧૫૫૦૨ જોવા મળી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૯૩ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૫૧૧૫ રહી હતી. નિફ્ટી ૪૭ પોઇન્ટ ઉછળીને ૧૧૬૯૦ની સપાટીએ રહ્યો હતો. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૭૦ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. ૧૫ ઘટકો પૈકી ૧૪માં તેજી અને એકમાં મંદી રહી હતી. પીએસયુ બેંકમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. બેંક ઇન્ડેક્સમાં ૩૨૮૯ની સપાટી જોવા મળી હતી. બે કારોબારી રજા આવી રહી છે. નવા સપ્તાહમાં મહત્વના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. માઇક્રો ઇકોનોમિક ડેટા, રાજકીય ગણતરી, વૈશ્વિક ભાવનાઓ જેવા પરિબળો જોવા મળી શકે છે. શેરબજારમાં બુધવારના દિવસે મહાવીર જ્યંતિની રજા રહેશે જ્યારે શુક્રવારના ગુડ ફ્રાઇડેની રજા જોવા મળનાર છે. ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા જારી કરવામાં આવનાર છે જેમાં વિપ્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, એચડીએફસી બેંકનો સમાવેશ થાય છે. આ પરિણામ ક્રમશઃ મંગળવાર, ગુરુવાર અને શનિવારના દિવસે જાહેર કરાશે. છેલ્લા સપ્તાહમાં ઇન્ફોસીસ અને ટીસીએસ દ્વારા અપેક્ષા કરતા વધુ સારા આંકડા જારી કર્યા હતા. આ પ્રવાહ જારી રહેવાની સ્થિતિમાં મૂડીરોકાણકારોનો નૈતિક જુસ્સો વધ શકે છે.  શુક્રવારના દિવસે કારોબાર બાદ ફેબ્રુઆરી મહિના માટેના આઈઆઈપીના આંકડા પણ જારી કરાશે. આરબીઆઈની બેઠક હાલમાં યોજાઈ હતી જેમાં વ્યાજદરમાં ઘટાડો કરાયો હતો. વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાં ૧૧૦૯૬ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. વૈશ્વિક અને સ્થાનિક પરિબળો મજબૂત હોવાના કારણે વિદેશી રોકાણકારો આશાવાદી બનેલા છે. અગાઉના બે મહિનામાં રોકાણકારો મોટાપાયે ખરીદી કરી ચુક્યા છે. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ અને માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવી ચુક્યા છે. તે પહેલા એફપીઆઈએ જાન્યુઆરી મહિનામાં મૂડી માર્કેટમાંથી ૫૩૬૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા.

રિટર્નના મોરચે ચીન, યુકેના બજારો પાછળ

બીએસઈ-એનએસઈની સફળતા

મુંબઈ, તા. ૧૫ : નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ભારતીય મૂડી બજારમાં કેટલાક મોટા વૈશ્વિક મૂડી બજારોથી જોરદાર દેખાવ રહેતા નવી આશા જાગી છે. રિટર્નના મોરચા પર તો અમેરિકા, બ્રિટન, ચીન જેવા મોટા શેરબજારને પણ બીએસઈ અને એનએસઈ પાછળ છોડી દેવામાં સફળતા મેળવી છે. ભારતીય મૂડી બજારો કેટલાક વૈશ્વિક મૂડી બજારો કરતા સારો દેખાવ કર્યો છે. વિકસિત દેશો અને ચીન, બ્રાઝિલ જેવા વિકાસશીલ દેશોને પણ ભારતે પાછળ છોડી દીધા છે. માર્ચ ૨૦૧૯માં પૂર્ણ થયેલા નાણાંકીય વર્ષમાં ઇન્ડિયન કેપિટલ માર્કેટે આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે કેટલાક વૈશ્વિક અને સ્થાનિક પ્રતિકુળ પરિબળો હોવા છતાં બીએસઈ અને એનએસઈએ ઉલ્લેખનીય સફળતા મેળવી છે. બીએસઈ સેંસેક્સ અને એનએસઈ નિફ્ટીનો દેખાવ અગાઉના નાણાંકીય વર્ષની સરખામણીમાં જોરદાર રહ્યો છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં સેંસેક્સે ૧૭ ટકા જ્યારે નિફ્ટીમાં ૧૫ ટકા રિટર્ન કારોબારીઓને મળ્યા છે. અમેરિકા, બ્રાઝિલ, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ કરતા ભારતીય બજારો વધુ શાનદાર રહ્યા છે જે મોટી સફળતા દર્શાવે છે.

 

 

 

 

 

(7:40 pm IST)
  • મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાઝ પઢવાનો હક્ક આપતી પિટિશન સુપ્રીમ કોર્ટએ દાખલ કરી : સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપતા જજમેન્ટને ધ્યાને લઇ પિટિશન દાખલ કરાઈ હોવાનું મંતવ્ય : કેન્દ્ર સરકાર તથા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો ખુલાસો માંગ્યો : જાતીય સમાનતા બક્ષતા આર્ટિકલ 14 નો ભંગ કરવા બદલ સુપ્રીમ કોર્ટ જસ્ટિસ શ્રી એસ.એ.બોબડે તથા શ્રી એસ.અબ્દુલ નાઝિરની બેન્ચે નોટિસ પાઠવી access_time 12:17 pm IST

  • વડાપ્રધાન મોદી 23 એપ્રિલના રોજ પોતાનો મત, રાણીપ - અમદાવાદ ખાતે નિશાન વિદ્યાલયના પોલિંગ બુથ પર સવારે 7-30 વાગ્યે આપશે જશે તેમ જાણવા મળે છે. access_time 10:57 pm IST

  • રાજકોટમાં વાતાવરણ એકદમ ગોરંભાયુઃ વિજળીના જોરદાર કડાકા-ભડાકા : ભારે વરસાદને લીધે પડધરીમાં કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયા : રાજકોટના પડધરીમાં ભારે વરસાદ : કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયાઃ ભારે પવનથી એક ઝાડ પણ તૂટી ગયાનું જાણવા મળે છે : પડધરીના ખાખડાબેલા ગામે તોફાની પવન સાથે ભારે વરસાદ ચાલુ : કરા પડતા મકાનની દિવાલ ધરાશાયી : ધ્રોલના લતીપર ગામે પણ ધોધમાર વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે access_time 4:12 pm IST