Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ગરીબી મિટાવી છે તો

આઠ ટકાની ગતિથી જીડીપી વિકાસ કરવો પડશે : આરબીઆઇના ગવર્નર

Alternative text - include a link to the PDF!

વોશિંગ્ટન,તા.૧૪: દુનિયાની સૌથી તેજીથી વધતી અર્થવ્યવસ્થા હોવા છતાં ભારતને પોતાને ત્યાં ગરીબી ખતમ કરવી હોય તો તેને સકલ ઘરેલુ ઉત્પાદન(જીડીપી)ના વિકાસ દરને આઠ ટકા સુધી પહોંચાડવો પડશે. આ વાત ભારતીય રિઝર્વ બેંક(આરબીઆઇ)ના ગવર્નર શક્તિકાંત દાસે અહીં જણાવી હતી.આંતરરાષ્ટરીય મુદ્રા કોષ (આઇએમએમએફ) અને વિશ્વ બેંકની વાર્ષિત ગ્રીષ્મકાલીન બેઠકમાં દાસે કાચા તેલની કીંમતોમાં ખુબ તેજીથી થનારા ઉતાર ચઢાવને લઇ ચિંતા પણ વ્યકત કરી હતી.

દાસે કહ્યું કે ગત કેટલાક વર્ષોમાં ભારતીય અર્થવ્યવસ્થાએ ૭.૫ ટકાની સરેરાશ  તેજીથી પ્રગતિ કરી છે પરંતુ તેમાં હજુ વધુ સારા પ્રદર્શનની  સંભાવના બાકી છે.તેમણે અર્થવ્યવસ્થામાં તેજી લાવવા માટે ભૂમિ અને શ્રમના ક્ષેત્રોમાં અનેક માળખાકીય સુધારાની આવશ્યકતા વ્યકત કરી હતી જો કે કેન્દ્રીય બેંકના ગવર્નરે એકવાર ફરી  નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ભારતની આર્થિક વિકાસ દરમાં થોડી કમી આવવાનો ઇશારો કર્યો હતો.

ઉભરતા બજારના અર્થશાસ્ત્રની સામે વૈશ્વિક ખતરો અને નીતિગત પરિવર્તનોને પડકારવાના વિષય પર બોલતા દાસે કહ્યું કે ચાલુ નાણાંકીય વર્ષમાં અર્થવ્યવસ્થાની ગતિ ૭.૨ ટકા રહેવાની આશા છે અને તેલની કીમંતોમાં વધારાને કારણે જોખમ ઉપર રહેવા છતાં ફુગાવાના લક્ષ્યમાં કમી આવી શકે છે.

એ યાદ રહે કે આરબીઆઇએ ગત અઠવાડીયે ચાલુ નાણાંકીય વર્ષ માટે વિકાસ દરના ૭.૪ ટકાથી ધટી ૭.૨ ટકા રહેવાનું અનુમાનીત આંકડા જારી કર્યા હતાં જો કે આરબીઆઇએ આગામી મહીનામાં વ્યાજ દરોમાં વધુ કાપની સંભાવના નિકાળવાની પણ સંભાવના વ્યકત કરી હતી દાસે કહ્યું કે અમારી પ્રાથમિકતા તમામ આંકડા પર દેખરેખ બનાવી રાખવાનું અને વિકાસ દરમાં તેજી લાવવી અને અર્થવ્યવસ્થાની દતિને યથાવત રાખવા માટે સંકલન રીતે પગલા ઉઠાવવાનું છે.

આરબીઆઇ ગવર્નર શશિકાંત દાસનું કહેવુ છે કે વૈશ્વિક નાણાંકીય સંકટે પારંપારિક અને બિન પારંપારિક ફુગાવા નીતિઓની કમીઓની પોલ ખોલી દીધી છે. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં ઉભરતા બજારોમાં ફુગાવા અર્થશાસ્ત્ર પર પુનર્વિચાર કરવાની જરૂરત છે.  બેઠકની બહાર એક વિશેષ સંબોધનમાં દાસે કહ્યું કે આધુનિક કેન્દ્રીય બેંકોની નીતિગત વ્યાજ દરમાં ૨૫ બેસિસ અંકનો કાપ કરવો અથવા આટલા જ અંકનો વધારો કરવા જેવી પરંપરાગત વિચારમાં પરિવર્તન પણ આ પડકારોમાં સામેલ છે.

(4:03 pm IST)
  • કુવાડવામાં વરસાદ ચાલુ : રાજકોટના રૈયા ગામ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વરસાદ ચાલુ access_time 4:13 pm IST

  • વિવાદી નિવેદન કરવા બદલ નવજોતસિંહ સિધ્ધુ સામે ફરિયાદ દાખલ :કટિહાર જિલ્લા વહીવટી તંત્રે સાંપ્રદાયિક ભડકાઉ ભાષણ આવવા મામલે કોંગ્રેસના નેતા નવજોતસિંહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી :નવજોતસિંહ સિધ્ધુએ મુસલમાનોને એકજુથ થઈને મત આપવા અપીલ કરતા વિવાદ થયો હતો access_time 1:04 am IST

  • ઇલેક્શન કમિશને તામિલનાડુની વેલ્લોર લોકસભા બેઠકની ચૂંટણી રદ્દ કરી હોવાનું જણાવ્યું છે. access_time 10:55 pm IST