Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

મુખ્યપ્રધાન કમલનાથે કોંગીજનોને ખખડાવ્યા કયારે સુધરશો ?

ભોપાલ તા. ૧પ : મધ્ય પ્રદેશમાં ૧પ વર્ષ પછી સત્તામાં આવેલ કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં જીતવા માટે કોઇ કસર છોડવા નથી માગતી એટલા માટે મુખ્ય પ્રધાન કમલનાથ કાર્યકર્તાઓએ સતત શિખામણ આપી રહ્યા છે. રીવામાં કાર્યકરોના સંમેલનમાં પહોંચેલા કમલનાથે કાર્યકરોને ખખડાવ્યા હતા. તેમણે ધારાસભા ચૂંટણીમાં હારનો દાખલો આપતા કહ્યું હતું કે હવે નહીંસુધરો તો કયારે સુધરશો.

મુખ્ય પ્રધાન કમલનાથ શનિવારે રેવા પહોંચ્યા હતા પણ હવાઇ પટ્ટીની બહાર જોરદાર પવન અને વરસાદના કારણે મંડપ પડી ગયો હતો પછી મુખ્યપ્રધાને એક હોટેલમાં કાર્યકર્તાઓના સંમેલનને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું, ''સમય હવે ઓછો છે અને હું બધી જગ્યાએ પહોંચીને સંબોધન કરૂ તે શકય નથી એટલે અ ા સ્થિતીમાં રાજયના બધા કોંગ્રેસ કાર્યકરોના ખભા પર મહત્વપૂર્ણ જવાબદારી આવી ગઇ છે.''

પોતાના વકતવ્યમાં તેમણે કાર્યકરોને સુધરવાની સલાહ આપી હતી. ધારાસભા ચૂંટણીમાં હાર માટે કાર્યકરોને ખખડાવતા કમલનાથે કહ્યું કે ચૂંટણીના પરિણામો આવી ગયા પછી મને મળવા આવો ત્યારે અરજીની સાથે પોતાના ગામનું નામ, પોલીંગ બૂથનો નંબર તથા મળેલા મતની સંખ્યા લઇને જ આવવું જો કે પછી વાતાવરણને ઠંડુ પાડવા માટે તેમણે કહ્યું કે મને કોંગ્રેસ કાર્યકરો પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેઓ કોંગ્રેસની નીતીઓ અને ભાજપાના ભ્રષ્ટાચારને પ્રજા સુધી પુરી નિષ્ઠાથી પહોંચાડશે.

(3:51 pm IST)