Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

મંદિરમાં પૂજા વેળાએ શશી થરૂર ઘવાયા :માથામાં આઠ ટાંકા આવ્યા

સંતુલન ગુમાવતા માથા પર લોખંડનો સળીયો પડ્યો

નવી દિલ્હી :કોંગ્રેસ સાંસદ અને તિરુવનંતપુરમથી ઉમેદવાર શશિ થરૂર મંદિરમાં પૂજા દરમિયાન ઘાયલ થઈ ગયા છે.

   આ અંગે મળતા અહેવાલ મુજબ થમ્પ નૂરના ગાંધારી અમ્મન કોવિલમાં સંતુલન બગડ્યા બાદ થરૂરના માથા અને પગમાં ઈજાઓ થતા તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા . પ્રાથમિક તપાસ બાદ, તેમને તિરુવનંતપુરમની સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા, જ્યાં તેમના માથામાં આંઠ ટાંકા લેવા પડ્યા હતા .

    સ્થાનિક અખબાર માતૃભૂમિના અહેવાલ મુજબ થરૂરના માથા પર લોખંડનો એક સળિયો પડી ગયો, જેને કારણે તેમને ઈજા થઈ છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે થરૂરના માથે 8 ટાંકા લેવા પડ્યા છે. હોસ્પિટલના અધિકારીઓ આપેલી જાણકારી મુજબ તેમની હાલત સ્થિર છે અને તેઓ ખતરાની બહાર છે. રિપોર્ટ અનુસાર ટૂંક સમયમાં થરૂરની કેટલાક અન્ય ટેસ્ટ કરવામાં આવશે 

(2:13 pm IST)
  • રાજકોટમાં વાતાવરણ એકદમ ગોરંભાયુઃ વિજળીના જોરદાર કડાકા-ભડાકા : ભારે વરસાદને લીધે પડધરીમાં કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયા : રાજકોટના પડધરીમાં ભારે વરસાદ : કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયાઃ ભારે પવનથી એક ઝાડ પણ તૂટી ગયાનું જાણવા મળે છે : પડધરીના ખાખડાબેલા ગામે તોફાની પવન સાથે ભારે વરસાદ ચાલુ : કરા પડતા મકાનની દિવાલ ધરાશાયી : ધ્રોલના લતીપર ગામે પણ ધોધમાર વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે access_time 4:12 pm IST

  • વિવાદી નિવેદન કરવા બદલ નવજોતસિંહ સિધ્ધુ સામે ફરિયાદ દાખલ :કટિહાર જિલ્લા વહીવટી તંત્રે સાંપ્રદાયિક ભડકાઉ ભાષણ આવવા મામલે કોંગ્રેસના નેતા નવજોતસિંહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી :નવજોતસિંહ સિધ્ધુએ મુસલમાનોને એકજુથ થઈને મત આપવા અપીલ કરતા વિવાદ થયો હતો access_time 1:04 am IST

  • તામિલનાડુમાં જબરો રાજકીય ગરમાવો : DMKના લોકસભા ચૂંટણીના થુઠુંકુડી બેઠકના ઉમેદવાર સુ.શ્રી. એમ.કે. કનીમોઝીના ચેન્નાઇ સ્થિત ઠેકાણાઓ પર ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયું સર્ચ ઓપરેશન : રાજકીય ઉથલપાથલના એંધાણ access_time 10:56 pm IST