Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

અમેરિકાના ન્યૂજર્સીમાં તા. 24 થી 26 મે 2019 દરમિયાન 3 દિવસ સુધી મહાત્મા ગાંધીના 150 માં જન્મજયંતિ વર્ષની ઉજવણી કરાશે : ઉજવણીના આયોજન માટે માટે ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી ઓફ નોર્થ અમેરિકાના ઉપક્રમે આવતીકાલ 16 એપ્રિલ 2019 મંગળવારના રોજ કીક ઓફ મીટીંગ યોજાશે

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : અમેરિકાના ન્યૂજર્સીમાં આવેલા એડિસન ખાતેના એક્સ્પો હોલમાં તા. 24 થી 26 મે 2019 દરમિયાન 3 દિવસ સુધી મહાત્મા ગાંધીના 150 માં જન્મજયંતિ વર્ષની ઉજવણી થવાની છે.આ ઉજવણીના આયોજન માટે ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી ઓફ નોર્થ અમેરિકાના ઉપક્રમે આવતીકાલ 16 એપ્રિલ 2019 મંગળવારના રોજ કીક ઓફ મીટીંગ યોજવામાં આવેલ છે.જેનો સમય સાંજે 7 વાગ્યાનો રહેશે

રોયલ આલ્બર્ટ પેલેસ ,1050 કિંગ જ્યોર્જીસ ,પોસ્ટ રોડ,ફોર્ડસ ,ન્યુજર્સી મુકામે આયોજીત મિટિંગમાં હાજરી આપવા સહુને કોર કમિટીએ આમંત્રણ પાઠવ્યું છે.તેવું શ્રી ગોવિંદ શાહની યાદીમાં જણાવાયું છે.

(12:27 pm IST)