Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

જયા પ્રદાને લઇ ખુબ અશ્લિલ નિવેદન બદલ આઝમ ખાન ફસાયા

આઝમ ખાન સામે કેસ દાખલ : નોટિસ પણ અપાઈ : સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની સામે કેસ દાખલ કરી કાર્યવાહી : કારણદર્શક નોટિસ ફટકારાતા મુશ્કેલીમાં

નવી દિલ્હી,તા. ૧૫ : લોકસભા ચૂંટણી માટે રાજકીય ઘમસાણની સ્થિતિ વચ્ચે ભાજપના ઉમેદવાર જયાપ્રદાની સામે અશ્લિલ ટિપ્પણી કરવાને લઇને સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનની મુશ્કેલી વધી રહી છે. આઝમ ખાનની સામે આ નિવેદનને લઇને કેસ દાખલ કરવામાં આવી ચુક્યો છે. બીજી બાજુ રાષ્ટ્રીય મહિલા પંચે કઠોર વલણ અપનાવીને કારમદર્શક નોટિસ આપી છે. કોંગ્રેસ પાર્ટીએ પણ આઝમ ખાનની સામે ચૂંટણી પંચ અને સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. કોંગ્રેસે પણ આઝમ ખાનની આપત્તિજનક ટિપ્પણીની નિંદા કરીને અખિલેશ અને આઝમ સામે કાર્યવાહીની માંગ કરી છે. પાર્ટી પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, જયા પ્રદા પર આઝમ ખાનની ટિપ્પણીનું સ્તર ખુબ જ અશ્લિલ અને નિમ્નસ્તરનું છે. આ પ્રકારના નિવેદન સજીવન લોકશાહી માટે આઘાતજનક છે. ઉત્તરપ્રદેશના રામપુરમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમ ખાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા જયા પ્રદા વચ્ચે શાબ્દિક યુદ્ધ હવે ચરમસીમા પર પહોંચી ગયુ છે. રામપુરની શાહબાદ તહેસીલમાં આયોજિત કાર્યક્રમમાં આઝમ ખાને ભાષાની મર્યાદાને કુદાવી દેતા તેમની સામે જોરદાર નારાજગીનુ મોજુ દેશભરમાં ફેલાઇ ગયુ છે. આના  કારણ આઝમખાનની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો છે. સાથે સાથે સમાજવાદી પાર્ટીને પણ લોકસભા ચૂંટણી વેળા મોટો ફટકો પડ્યો છે. હેરાન કરનાર બાબત  છે કે જ્યારે આઝમ ખાન આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદન કરી રહ્યા હતા ત્યારે  મંચ પર ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ હતા. જો કે કોઇએ પણ આઝમ ખાનને રોકવાના પ્રયાસ કર્યા ન હતા. સભામાં ઉપસ્થિત ભીડ પણ આઝમ ખાનના આડેધડ નિવેદન પર તાળિઓ વગાડી રહી હતી. સમાજવાદી પાર્ટીના નેતાના નિવેદન બાદ રાષ્ટ્રીય મહિલા પંચ આની ગંભીર નોંધ લીધ છે. ભાજપે આની સાથે સંબંધિત વિડિયો જારી કરીને આકરી પ્રતિક્રિયા આપી છે. જયા પ્રદાના નામનો ઉલ્લેખ કર્યા વગર આઝમ ખાને સંભામાં ઉપસ્થિત લોકોને પ્રશ્ન કરતા કહ્યુ હતુ કે રાજનિતી ખુબ નીચે જતી રહી છે. ૧૦ વર્ષ સુધી જે વ્યક્તિએ રામપુરના લોકોનુ લોહી પીધુ છે જેને આંગળી પકડીને અમે રામપુર લઇ આવ્યા હતા તેના દ્વારા અમારા પર કેવા કેવા આક્ષેપો કર્યા છે. સુ તમે આવા લોકોને મત આપશો. આઝમે કહ્યુ હતુ કે આપના દ્વારા ૧૦ વર્ષ સુધી જે વ્યક્તિ પાસેથ પ્રતિનિધીત્વ કરાયુ છે તેમના અસલી ચહેરાને સમજી લેવામાં આપને ૧૭ વર્ષનો સમય લાગ્યો છ પરંતુ તેઓ તો ૧૭ દિવસમાં જ જાણી ગયા હતા કે તેમની નીચેના  અંડરવેયર ખાકી રંગના છે. આઝમ ખાનના નિવેદન બાદ રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યુ છે કે પંચે તેમને નોટીસ આપી દીધી છે. આઝમ ખાન પર પ્રતિબંધ મુકી દેવાની માંગ પણ કરવામાં આવી છે. શર્માએ ટ્વીટ કરીને કહ્યુ છે કે આઝમ ખાન હંમેશા મહિલાઓનુ અપમાન કરતા રહે છે. આ પહેલા જયા પ્રદા આઝમ ખાન પર આક્ષેપ કરતા કહ્યુ હતુ કે આઝમ ખાને તેમન અપમાનિત કરવાના પ્રયાસો કર્યા છે. તેમના કારણે જ રામપુર છોડીને જવાની ફરજ પડી હતી. જયા કહ્યુ હતુ કે આઝમ ખાનને તેઓએ ભાઇ કહ્યા હતા પરંતુ તેમના દ્વારા કોઇ માન રાખવામાં આવ્યુ નથી.જયા પ્રદાએ રામપુરમાં પોતાની અશ્લીલ તસ્વીરો ફેલાવવાનો આરોપ કર્યો હતો. જયા પ્રદાએ કહ્યુ હતુ કે સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ સમક્ષ પણ આ મુદ્દા પર વાત કરવામાં આવી હતી. તમના ફોટા રામપુરમાં ફેલાવવામાં આવી રહ્યા છ. તેમના અશ્લીલ ફોટાને લઇન હોબાળો રહ્યો છ. જયા પ્રદા કહ્યુ હતુ કે કેટલીક વખત ફરિયાદ કરી હોવા છતાં તેમની તરફ કોઇએ ધ્યાન આપ્યુ ન હતુ. જેથી રામપુરને છોડી દેવાની ફરજ પડી હતી. આ વખતે જયા પ્રદાને ભારતીય જનતા પાર્ટીએ મેદાનમાં ઉતારી દીધા બાદ  જોરદાર રોમાંચની સ્થિતી રહેલી છે.

પ્રશ્નો પુછનારા વિરૂદ્ધ પણ આઝમ ભારે ખફા

એક પછી એક વિવાદ જારી રહ્યા

નવીદિલ્હી, તા. ૧૫ : સમાજવાદી પાર્ટીના નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી આઝમ ખાને ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન કરીને ચર્ચા જગાવી દીધી છે. સમાજવાદી પાર્ટીના વિદિશાના પૂર્વ રાજ્યસભા સાંસદ મુન્નવર સલીમના અંતિમસંસ્કારથી પરત ફરતી વેળા આઝમ ખાને મિડિયાના પ્રશ્નોના જવાબમાં ફરી વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. મિડિયા દ્વારા પ્રશ્ન કરવામાં આવતા આઝમ ખાને પત્રકારોને પણ આડેધડ જવાબ આપ્યા હતા અને કહ્યું હતું કે, તેઓ અહીં આપના વાલિદના મોતમાં આવ્યા હતા. આઝમ ખાને રવિવારના દિવસે જનસભા દરમિયાન જયા પ્રદાના નામનો ઉલ્લેખ કર્યા વગર આકરી પ્રતિક્રિયા આપી હતી. આ નિવેદન બાદ આજે આઝમ ખાન મધ્યપ્રદેશના વિદિશામાં પહોંચ્યા હતા જ્યાં કેટલાક પત્રકારોએ આઝમ ખાનને જયાપ્રદાને લઇને તેમના દ્વારા કરવામાં આવેલીટિપ્પણીને લઇને પ્રશ્નો કર્યા હતા.

 

 

(7:37 pm IST)
  • મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાઝ પઢવાનો હક્ક આપતી પિટિશન સુપ્રીમ કોર્ટએ દાખલ કરી : સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપતા જજમેન્ટને ધ્યાને લઇ પિટિશન દાખલ કરાઈ હોવાનું મંતવ્ય : કેન્દ્ર સરકાર તથા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો ખુલાસો માંગ્યો : જાતીય સમાનતા બક્ષતા આર્ટિકલ 14 નો ભંગ કરવા બદલ સુપ્રીમ કોર્ટ જસ્ટિસ શ્રી એસ.એ.બોબડે તથા શ્રી એસ.અબ્દુલ નાઝિરની બેન્ચે નોટિસ પાઠવી access_time 12:17 pm IST

  • તામિલનાડુમાં જબરો રાજકીય ગરમાવો : DMKના લોકસભા ચૂંટણીના થુઠુંકુડી બેઠકના ઉમેદવાર સુ.શ્રી. એમ.કે. કનીમોઝીના ચેન્નાઇ સ્થિત ઠેકાણાઓ પર ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયું સર્ચ ઓપરેશન : રાજકીય ઉથલપાથલના એંધાણ access_time 10:56 pm IST

  • ભારતને તોડવા માંગતા હોત તો હિન્દુસ્તાનનું અસ્તિત્વ જ ન હોત: ફારુક અબ્દુલ્લા:પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ યાદ રાખવું જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નહોતું લડવા માંગતું તો તેમણે જ ઝંડો ઉઠાવ્યો હતો access_time 1:14 am IST