Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ગરીબો-દલિતો માટે લડતા માયાવતીનો પક્ષ બસપા સૌથી ''માલદાર'' પક્ષ

બસપાનું બેંક બેલેન્સ સૌથી વધુઃ અધધ રૂ. ૬૬૯ કરોડઃ ભાજપ પાંચમા ક્રમે

સપા બીજા ક્રમેઃ બેંક બેલેન્સ ૪૭૧ કરોડઃ ૧૯૬ કરોડ સાથે કોંગ્રેસ ત્રીજા ક્રમેઃ ૧૦૭ કરોડ સાથે ટીડીપી ચોથા અને ૮૨ કરોડ સાથે ભાજપ પાંચમાં ક્રમે

નવી દિલ્હી તા.૧૫: દલિતોની પાર્ટી ગણાતી બસપા પાસે બધા પક્ષો કરતાં સૌથી વધુ બેંક બેલેન્સ છે આ માહિતી સત્તાવાર રેકોર્ડ માંથી પ્રાપ્ત થઇ છે બસપાએ રપ ફેબ્રુ.એ જે ખર્ચ રિપોર્ટ સોંપ્યો છે તે અનુસાર તેના દિલ્હી-એનસીઆર સહિત ૮ જાહેરક્ષેત્રની બેંકોના ખાતામાં ૬૬૯ કરોડ રૂપિયા જમા છે. ૨૦૧૪માં આ પક્ષને એકેય બેઠક નહોતી મળી. સૌથી વધુ શ્રીમંત પક્ષમાં સપા બીજા અને ભાજપ પાંચમા ક્રમે છે. ૨૦૧૪ લોકસભા ચૂંટણીમાં પોતાનું ખાતું પણ ન ખોલી શકેલી BSP પાસે ૯૫.૫૪ લાખ રુપિયા કેશ છે. બીજી તરફ ગઠબંધન સહયોગી સમાજવાદી પાર્ટી આ મામલે બીજા નંબર પર છે અને તેમની પાસે અલગ-અલગ બેંક ખાતામાં ૪૭૧ કરોડ રુપિયા છે. પાર્ટી કેશ ડિપોઝિટ મધ્ય પ્રદેશ, છત્ત્।ીસગઢ, રાજસ્થાન અને તેલંગાણામાં થયેલી હાલની વિધાનસભા ચૂંટણી દરમિયાન ૧૧ કરોડ રુપિયા દ્યટી ગયા છે.

કોંગ્રેસ આ લિસ્ટમાં ત્રીજા સ્થાન પર છે, જેની પાસે ૧૯૬ કરોડ રુપિયા બેંક બેલેન્સ છે. જોકે, આ માહિતી પાછલા વર્ષે ૨ નવેમ્બરે ચૂંટણી પંચને રજૂ કરવામાં આવી હતી. પાર્ટીએ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્ત્।ીસગઢમાં જીતવા માટે પોતાના બેલેસન્સની અપડેટ સોંપી નથી.

ભાજપ આ લિસ્ટમાં સ્થાનિક પાર્ટીઓ કરતા પણ પાછળ છે, અને TDP બાદ પાંચમા નંબર પર છે. ભાજપ પાસે ૮૨ કરોડ રુપિયા બેંક બેલેન્સ છે, જયારે TDP પાસે ૧૦૭ કરોડ રુપિયા છે. ભાજપનો દાવો છે કે, ૨૦૧૭-૧૮માં કમાયેલા ૧૦૨૭ કરોડ રુપિયામાંથી ૭૫૮ કરોડ રુપિયા ખર્ચાઈ ગયા, જે કોઈ પણ પાર્ટી દ્વારા કરાયેલા ખર્ચામાં સૌથી વધારે છે.

SP ડિપોઝિટ વિધાનસભા ચૂંટણી પછી નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન ૧૧ કરોડ દ્યટી ગયા. જેની વિરુદ્ઘ હાલની વિધાનસભા ચૂંટણી દરમિયાન BSP એ ૨૪ કરોડ રુપિયા એકઠા કર્યા હતા જેમાં બેંક બેલેન્સમાં વધારો થયો છે. એડીઆર દ્વારા રાજકીય પાર્ટીઓને આવકવેરાના રિટર્ન પર કરેલા વિશ્લેષણ મુજબ ભાજપે ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮માં કોન્ટ્રિબ્યુશનમાં સૌથી વધારે કમાણી કરી હતી. જે દરમિયાન પાર્ટીએ ક્રમશઃ ૧૦૩૪ અને ૧૦૨૭ કરોડ રુપિયા એકઠા કર્યા હતા. આ દરમિયાન BSP એ૧૭૪ કરોડ રુપિયા અને ૫૨ કરોડ રુપિયા એકઠા કર્યા હતા. કોંગ્રેસે ૨૦૧૬-૧૭માં ૨૨૫ કરોડ રુપિયાની કરમાણીની જાહેરાત કરી હતી. આમાં ચૂંટણી પંચે આગલા વર્ષની કમાણીની જાહેરાત નથી કરી. જેમાં તમામ પાર્ટીએ ૮૭ ટકા કમાણી સ્વૈચ્છાથી મળેલા દાનથી થઈ છે.

(11:46 am IST)
  • વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર શંકાસ્પદ હિલચાલની માહિતી બાદ સર્ચ ઓપરેશન: વૈષ્ણોદેવી યાત્રાની સાંઝી છત આસપાસનાં જંગલોમાં શંકાસ્પદ હિલચાલની માહિતી : પરંપરાગત યાત્રા માર્ગ બંધ કરાવીને સર્ચ ઓપરેશન ચલાવાયું access_time 1:13 am IST

  • " ફેક ન્યુઝ " : બોગસ વોટિંગ માટે બનાવટી આંગળીઓ વપરાઈ રહી છે : પોલીંગ બુથ ઉપર બેઠેલા અધિકારીઓએ શાહીનું નિશાન કર્યા પછી આંગળી ખેંચી જોઈ ખાતરી કરવી : સોશિઅલ મીડિયામાં ફેસબુક અને ટ્વીટર ઉપર વાઇરલ થઇ રહેલા ન્યુઝ માં દર્શાવાતો ફોટો જાપાનની ગેંગસ્ટર માટેનો છે : તેને ભારતની લોકસભાની ચૂંટણીઓ સાથે કંઈ લેવા દેવા નથી : ટાઈમ્સ ફેક્ટ ચેકનો અહેવાલ access_time 6:40 pm IST

  • 48 કલાક સુધી જાહેર પ્રચાર ઉપર મુકાયેલા બાન બદલ બસપા સુપ્રીમો માયાવતીએ ચૂંટણી પંચ વિરુધ્ધ કરેલી અરજીને ફગાવી દેતી સુપ્રીમ કોર્ટ : આચારસંહિતાનો ભંગ કરતા નિવેદનો કરવા બદલ ચૂંટણી પંચે આજ સવારના 6 વાગ્યાથી 48 કલાક માટે માયાવતી ઉપર તથા 72 કલાક માટે યોગી આદિત્યનાથ ઉપર જાહેર પ્રચાર કરવા ઉપર બાન મુકેલ છે : યુ.પી.ના ચિફ મિનિસ્ટર યોગી આદિત્યનાથે મંદિરમાં જઈ હનુમાન ચાલીસાના પાઠ કર્યા access_time 11:57 am IST