Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

રાહુલ ગાંધીનું અસલી નામ 'રાઉલ વિન્ચી' છે ? તે ખ્રિસ્તી છે, સર્ટીફીકેટમાં સ્ફોટક ખુલાસો

સુબ્રમણ્યમ સ્વામીનું ટ્વીટ ખળભળાટ મચાવે છેઃ કેમ્બ્રીજ યુનિ.નું સર્ટીફીકેટ રજુ કર્યુઃ જેમાં રાહુલ નાપાસ હોવાનું જણાવાયુ છે

નવી દિલ્હી, તા. ૧૫ :. ભારતના રાજકારણમાં એક સનસનીખેજ ખુલાસો થયો છે. જે આવતા થોડા દિવસો સુધી મીડીયા અને સોશ્યલ મિડીયામાં હલચલ મચાવી દેવાનો છે. ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીની ડીગ્રીને લઈને હજુ વિવાદ તાજો જ છે ત્યાં ટ્વીટર ઉપર રાહુલ ગાંધીને લઈને ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ધડાકો કર્યો છે. સ્વામીએ રાહુલની ડીગ્રીને લઈને જોરદાર ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યંુ છે કે રાહુલ ગાંધીની ડીગ્રીમાં તેમનુ નામ RAUL VINCI લખેલું છે. સુબ્રમણ્યમ સ્વામીએ આ રાઉલ વિન્ચીવાળા સર્ટીફીકેટને ટ્વીટ કરતા લખ્યુ છે કે 'buddhu's cambridge certificate says his name is Raul vinci and he read mphil and failed in national Economic Planning @ policy' તો શું કોંગ્રેસના ભાવિ વડાપ્રધાનનું અસલી નામ રાઉલ વિન્ચી છે ? શું હિન્દુસ્તાનની જનતાને ગુમરાહ કરવામાં આવેલ છે અને જુઠ્ઠુ બતાવાયુ છે ? શું રાહુલ ગાંધીનો મતલબ રાઉલ વિન્ચી જનોધારી હિન્દુ નહિ કેથોલિક ખ્રિસ્તી છે ? આ બધા સવાલ હવે ભારતીય મીડીયા અને સોશ્યલ મીડીયામાં પુછાવાના છે એ નક્કી છે.

અત્રે એ નોંધનીય છે કે, રાહુલ ગાંધીની આ ડીગ્રી ૨૦૦૪-૨૦૦૫ બેચની છે. આ માર્કશીટનું માનીએ તો તે કેમ્બ્રીજ યુનિ.નું સર્ટીફીકેટ છે. જેમાં રાઉલ વિન્ચી એમફીલનો અભ્યાસ થયાનું જણાવે છે અને એક વિષય નેશનલ ઈકોનોમિક પ્લાનીંગ એન્ડ પોલીસીમાં ફેઈલ પણ બતાડાયો છે, ત્યાં ૬૦માં ક્રમે પાસ થનારા પેપરમાં રાઉલ વિન્ચીને ૫૮ નંબર મળ્યા છે એટલે કે એ વિદ્યાર્થી નાપાસ થયો છે.

આ પોસ્ટ રિપોર્ટ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીના ટ્વીટ અને સોશ્યલ મીડિયા પર ચાલી રહેલ ચર્ચા પર આધારિત છે અમે આ માહિતી નક્કર-સાચી હોવાનો દાવો નથી કરતા. (૨-૪)

(2:05 am IST)