Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

યુરોપમાં ભયાનક હુમલાની તૈયારીમાં છે આઇએસ

બેંક લુંટ, સરહદી વિસ્તારોમાં હુમલા, ભીડમાં ઝડપી ગતીથી વાહન ચડાવી દેવું, કોમ્પ્યુટર હેકીંગ વગેરે દ્વારા હુમલાની યોજના

લંડન તા. ૧પઃ ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) આતંકવાદી ગ્રુપ આખા યુરોપમાં ચાર વર્ષ પહેલા પેરીસમાં કમરાયેલ આત્મઘાતી હુમલાની સીરીઝ જેવી કાર્યવાહી ફરીથી કરવાના જુગાડમાં છે. એક વિદેશી અખબારે પોતાના રીપોર્ટમાં ગઇ કાલે આ વાતનો દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે પેરીસમાં ર૦૧પના નવેમ્બરમાં કોન્સર્ટ હોલ, સ્ટેડીયમની બહાર, રેસ્ટોરંટ અને બાર વગેરે જગ્યાઓએ ફાયરીંગ આત્મઘાતી વિસ્ફોટોવાળા હુમલાની એ સીરીઝમાં લગભગ ૧૩૦ લોકો માર્યા ગયા હતા.

ધ સંડે ટાઇમ્સ અખબારે પોતે જોયેલા દસ્તાવેજોના આધારે યુરોપ અને મધ્ય એશિયામાં આતંકવાદી હુમલાની વિસ્તૃત યોજનાનો ખુલાસો કર્યો છે. અખબાર અનુસાર, પેરિસ સ્ટાઇલના હુમલાઓ ફરીથી કરવા માટે સક્રિય થયેલા આઇએસઆઇએસના નેતાઓ આ હુમલાની યોજના માટેના ફીડીંગ અને તેના પર અમલ કરવા માટે નિયંત્રણ રાખવાનું કામ કરી રહ્યા છે. અખબાર અનુસાર, આ વર્ષની શરૂઆતમાં સીરીયામાં આઇએસઆઇએસ વિરૂધ્ધ નિર્ણાયક લડાઇ દરમ્યાન તેના એક સભ્યના ખીસ્સામાંથી પડેલી હાર્ડ ડ્રાઇવમાં યુરોપ પર હુમલાનો આ પ્લાન ધ્યાનમાં આવ્યો છે.

તેમાંથી મળેલી માહીતી મુજબ, આઇએસઆઇએસના ''ખલીફા'' અબુબકર અલ બગદાદી અને તેના પછીનો નંબર બે ધરાવતી એક વ્યકિતને સંબોધિત કરતો એક પત્ર છે, જેના પર ૭ આઇએસઆઇએસ નેતાઓએ સહી કરી છ઼ે. આ પત્રમાં આ હુમલાની આખી યોજના બે ભાગમાં ઓપરેશન એબ્રોડ અને ઓપરેશન બોર્ડર તરીકે અપાઇ છે. ઓપરેશન એબ્રોડની જવાબદારી અબુ ખબાબ અલ મુહાજીરને આપવામાં આવી છે. આ દસ્તાવેજોની સાથે યુરોપમાં આઇએસઆઇએસના એક સમર્થનો ફોટો પણ અપાયો છે, જે આ ઓપરેશન પુરૃં પાડવામાં મદદ કરી રહ્યો છે.

આઇએસની યોજનામાં બેંકોને લુંટીને ફંડ ભેગું કરવું, સરહદી વિસ્તારોમાં આતંકવાદી હુમલાઓ કરવા, ઇન્ટરનેશનલ નેટવર્કોને નિશાન બનાવવા, આત્મઘાતી હુમલાઓ કરવા, ભીડ ઉપર તેજ ગતીએ વાહન ચડાવી દેવું અને કોમ્પ્યુટર હેકીંગ દ્વારા નુકસાન પહોંચાડવું વગેરે સામેલ છે.

(11:41 am IST)
  • તામિલનાડુમાં જબરો રાજકીય ગરમાવો : DMKના લોકસભા ચૂંટણીના થુઠુંકુડી બેઠકના ઉમેદવાર સુ.શ્રી. એમ.કે. કનીમોઝીના ચેન્નાઇ સ્થિત ઠેકાણાઓ પર ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયું સર્ચ ઓપરેશન : રાજકીય ઉથલપાથલના એંધાણ access_time 10:56 pm IST

  • વડાપ્રધાન મોદી 23 એપ્રિલના રોજ પોતાનો મત, રાણીપ - અમદાવાદ ખાતે નિશાન વિદ્યાલયના પોલિંગ બુથ પર સવારે 7-30 વાગ્યે આપશે જશે તેમ જાણવા મળે છે. access_time 10:57 pm IST

  • કુવાડવામાં વરસાદ ચાલુ : રાજકોટના રૈયા ગામ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વરસાદ ચાલુ access_time 4:13 pm IST