Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

કેલિફોર્નિયામાં વિશ્વના સૌથી મોટા વિમાને સફળતાપૂર્વક પરીક્ષણ ઉડાન ભરી

વિમાનમાં છ બૉઇંગ 747 એન્જિન: 35 હજાર ફૂટની ઉંચાઇ પર રૉકેટ લૉન્ચ કરી શકે

નવી દિલ્હી :કેલિફોર્નિયામાં દુનિયાનું સૌથી મોટા વિમાને સફળતાપૂર્વક પરીક્ષણ ઉડાન ભરી છે. સ્ટ્રૈટોલૉન્ચ વિમાનમાં છ બૉઇંગ 747 એન્જિન લગાવેલા છે. આ વિમાનની ખાસિયત છે કે આમાં 35 હજાર ફૂટની ઉંચાઇ પર રૉકેટ લૉન્ચ કરવામાં આવી શકે છે.

   અહેવાલ મુજબ આ મોટા વિમાને પોતાની પહેલી યાત્રા મોઝાવેના રણની ઉપર કરી, આ વિમાનનું નિર્માણ અંતરિક્ષમાં રૉકેટ લઇ જવા અને તેને ત્યાં છોડવા માટે કરવામાં આવ્યા છે. આ રૉકેટ ઉપગ્રહોને અંતરિક્ષમાં તેની કક્ષા સુધી પહોંચાડવામાં મદદ કરશે.

  હાલના સયમમાં ટેકઓફ રૉકેટની મદદથી ઉપગ્રહોને કક્ષામાં મોકલવામાં આવે છે. આની સરખામણીમાં ઉપગ્રહોને કક્ષા સુધી પહોંચાડવામાં આ ઓપ્શન વધુ સારો રહેશે.આનું નિર્માણ સ્કેલ્ડ કમ્પૉઝિટ્સ નામની એક એન્જિનીયરિંગ કંપનીએ કર્યુ છે. આ વિમાન એટલુ મોટુ છે કે, આના પાંખીયાનું ફેલાવ એક ફૂટબૉલ ગ્રાઉન્ડ જેટલુ છે

 આ વિમાન હવામાં લગભગ અઢી કલાક સુધી રહ્યું. આને મેક્સિમમ 304 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉડાન ભરી. આ વિમાનમાં એકસાથે ત્રણ રૉકેટ એટેચ કરવામાં આવી શકે છે.

(11:14 am IST)
  • " ફેક ન્યુઝ " : બોગસ વોટિંગ માટે બનાવટી આંગળીઓ વપરાઈ રહી છે : પોલીંગ બુથ ઉપર બેઠેલા અધિકારીઓએ શાહીનું નિશાન કર્યા પછી આંગળી ખેંચી જોઈ ખાતરી કરવી : સોશિઅલ મીડિયામાં ફેસબુક અને ટ્વીટર ઉપર વાઇરલ થઇ રહેલા ન્યુઝ માં દર્શાવાતો ફોટો જાપાનની ગેંગસ્ટર માટેનો છે : તેને ભારતની લોકસભાની ચૂંટણીઓ સાથે કંઈ લેવા દેવા નથી : ટાઈમ્સ ફેક્ટ ચેકનો અહેવાલ access_time 6:40 pm IST

  • તામિલનાડુમાં જબરો રાજકીય ગરમાવો : DMKના લોકસભા ચૂંટણીના થુઠુંકુડી બેઠકના ઉમેદવાર સુ.શ્રી. એમ.કે. કનીમોઝીના ચેન્નાઇ સ્થિત ઠેકાણાઓ પર ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયું સર્ચ ઓપરેશન : રાજકીય ઉથલપાથલના એંધાણ access_time 10:56 pm IST

  • મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાઝ પઢવાનો હક્ક આપતી પિટિશન સુપ્રીમ કોર્ટએ દાખલ કરી : સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપતા જજમેન્ટને ધ્યાને લઇ પિટિશન દાખલ કરાઈ હોવાનું મંતવ્ય : કેન્દ્ર સરકાર તથા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો ખુલાસો માંગ્યો : જાતીય સમાનતા બક્ષતા આર્ટિકલ 14 નો ભંગ કરવા બદલ સુપ્રીમ કોર્ટ જસ્ટિસ શ્રી એસ.એ.બોબડે તથા શ્રી એસ.અબ્દુલ નાઝિરની બેન્ચે નોટિસ પાઠવી access_time 12:17 pm IST