Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ-વન આવી પહોંચ્યું :રાજસ્થાન, દક્ષિણ ગુજરાત, ઉત્તર કોંકણ,,ઇન્ટરનલ મહારાષ્ટ્રમાં વરસાદ પડશે

સુરત, મહાબળેશ્વર, પુણે, નાસિક, કરાંચીમાં વરસાદની સંભાવના પુણેમાં આજે સાંજે અને કાલે વાવંટોળ સાથે વરસાદ

વેસ્ટર્ન  ડિસ્ટર્બન્સ એ-વન આવી પહોંચ્યું હોય, તેના ફળ સ્વરૂપે સોમ અને મંગળવારે રાજસ્થાન, દક્ષિણ ગુજરાત, ઉત્તર કોંકણ  અને ઇન્ટરનલ મહારાષ્ટ્રમાં વરસાદ પડશે તેમ વધુ એક ખાનગી હવામાન સંસ્થાએ ટ્વીટ કરી જણાવ્યું છે.

   સુરત, મહાબળેશ્વર, પુણે, નાસિક, કરાંચીમાં પણ સોમ, મંગળ વરસાદની સંભાવના છે.પુણેમાં આજે સાંજે અને કાલે વાવંટોળ સાથે વરસાદની આગાહી છે.

(12:00 am IST)