Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ફરીવાર દુનિયાભરમાં ફેસબુક,વોટ્સએપ અને ઇન્સટ્રાગ્રામ ડાઉન :યુઝર્સ પરેશાન

સૌથી વધુ અમેરિકા, મલેશિયા અને તુર્કીમાં અસર :વોટ્સએપ પર મેસેજ મોકલવા અને રિસીવ કરવામાં મુશ્કેલી

નવી દિલ્હી :ફરીવાર દુનિયાભરમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ડાઉન ચાલી રહ્યા છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંનેના યૂઝર્સ પોતાના એકાઉન્ટ ઓપન નથી કરી શકતા અથવા તો તેમને લિંક ઓપન કરવામાં મુશ્કેલી આવી રહી છે. બીજી તરફ, વોટ્સએપ પર મેસેજ મોકલવા અને રિસીવ કરવામાં મુશ્કેલી થઈ રહી છે.
   ભારતમાં ફેસબુક ઉપયોગ કરનારા કેટલા યૂઝર્સને તેના ડેસ્કટોપ એડિશનનો ઉપયોગ કરવામાં મુશ્કેલી આવી, જોકે મોબાઇલમાં તે યોગ્ય રીતે કામ કરી રહ્યું છે.
   ફેસબુકમાં આવેલી આ સમસ્યા સાથે જોડાયેલા અહેવાલ આપનારી વેબસાઇટ ડાઉન ડિટેક્ટર મુજબ, ભારતમાં સાંજે 4 વાગ્યાથી આ મુશ્કેલી આવી. ડાઉન ડિટેક્ટરના રિપોર્ટનું માનીએ તો ફેસબુકમાં આવેલી આ મુશ્કેલીની સૌથી વધુ અસર અમેરિકા, મલેશિયા અને તુર્કીમાં પડી છે

(12:00 am IST)
  • વિવાદી નિવેદન કરવા બદલ નવજોતસિંહ સિધ્ધુ સામે ફરિયાદ દાખલ :કટિહાર જિલ્લા વહીવટી તંત્રે સાંપ્રદાયિક ભડકાઉ ભાષણ આવવા મામલે કોંગ્રેસના નેતા નવજોતસિંહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી :નવજોતસિંહ સિધ્ધુએ મુસલમાનોને એકજુથ થઈને મત આપવા અપીલ કરતા વિવાદ થયો હતો access_time 1:04 am IST

  • કાલાવડ રોડ-મહિલા કોલેજ અંડરબ્રીજ પાસે સામાન્‍ય વરસાદમાં અનેક વાહન ચાલકો સ્‍લીપ થયાઃ એકને ઈજા : શહેરના કાલાવડ રોડ મહિલા કોલેજ બ્રીજ પાસે સામાન્‍ય વરસાદમાં રોડ ભીના થતા રોડ ઉપર અનેક વાહનચાલકો સ્‍લીપ થયા હતા. એક સ્‍કૂટર ચાલકને ઈજાગ્રસ્‍ત હાલતમાં ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફત હોસ્‍પીટલે પણ ખસેડવામાં આવેલ છે. access_time 4:34 pm IST

  • અમેરિકન એરલાઇન્સે ૧૯ ઓગસ્ટ સુધી ૧૧૫ ફ્લાઇટ્સ રદ કરી : બોઇંગ ૭૩૭ મેકસને નડેલા ભયાનક અકસ્માતો સંદર્ભે ૧૯ ઓગસ્ટ સુધીમાં મેકસ ૭૩૭ વિમાનોની સમશ્યા દૂર થઈ જશે access_time 3:30 pm IST