Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

હિસારથી પુત્રને ટિકિટ આપતા કેન્દ્રીયમંત્રી બિરેન્દ્રસિંહ નારાજ ભાજપમાંથી રાજીનામુ ફગાવશે :પાર્ટી અધ્યક્ષને કરી રજૂઆત

બિરેન્દ્રસિંહે કહ્યું પાર્ટી વંશવાદથી વિરુદ્વ :આ વિચારધારાને જ કારણે રાજ્યસભા અને મંત્રીપદ પરથી રાજીનામુ આપવા નિર્ણંય !!

નવી દિલ્હી : ભાજપે આજે વધુ છ ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમાં કેન્દ્રિય મંત્રી બિરેન્દ્ર સિંહના પુત્ર બૃજેન્દ્ર સિંહને હિસારથી ભાજપની ટિકિટ અપાતા પિતા નારાજ થયા છે કેન્દ્રિય મંત્રી બિરેન્દ્ર સિંહ ચૌધરીએ તેની નારાજગી દર્શાવતા કેબિનેટ અને રાજ્યસભામાંથી રાજીનામુ આપવાની રજૂઆત કરી છે. તેને ભાજપના અધ્યક્ષ અમિતભાઈ  શાહ સામે આ રજૂઆત કરી હતી.

   આ અંગે બિરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે બીજેપી ચૂંટણીમાં વંશવાદથી વિરુદ્વ છે. આ વિચારધારાને જ અપનાવીને તેમણે રાજ્યસભા અને મંત્રીપદ પરથી રાજીનામુ આપવાનું નક્કી કર્યું છે. તેથી જ તેને અમિતભાઈ  શાહને લેખિત રજૂઆત કરીને પાર્ટીમાંથી રાજીનામુ આપવાની રજૂઆત કરી છે. તેમણે પાર્ટી પણ આ નિર્ણય છોડ્યો છે.

     અત્રે ઉલ્લેખનીય છે કે  આજે ભાજપે 6 ઉમેદવારોની 20મી યાદી જાહેર કરી હતી જેમાં હિસારથી કેન્દ્રિય મંત્રી બિરેન્દ્ર સિંહના પુત્ર બૃજેન્દ્ર સિંહને ટિકિટ અપાઇ હતી. બૃજેંદ્ર એક આઇએએસ અધિકારી છે અને અત્યારસુધી હેફેડમાં એમડી તરીકે કાર્યકાળ સંભાળી રહ્યા હતા. માત્ર 26 વર્ષની ઉંમરમાં IAS બનનાર બૃજેંદ્ર ચદીંગઢ, પંચકૂલા અને ફરીદાબાદમાં ડીસી પણ રહી ચૂક્યા છે. હરિયાણાની રાજનીતિમાં મોખરાનું નામ અને પ્રખ્યાત ચહેરો એવા બીંરેંદ્ર સિંહે 2014માં કોંગ્રેસથી 42 વર્ષ જૂનો છેડો ફાડીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

(12:00 am IST)
  • અમેરિકન એરલાઇન્સે ૧૯ ઓગસ્ટ સુધી ૧૧૫ ફ્લાઇટ્સ રદ કરી : બોઇંગ ૭૩૭ મેકસને નડેલા ભયાનક અકસ્માતો સંદર્ભે ૧૯ ઓગસ્ટ સુધીમાં મેકસ ૭૩૭ વિમાનોની સમશ્યા દૂર થઈ જશે access_time 3:30 pm IST

  • ભારતને તોડવા માંગતા હોત તો હિન્દુસ્તાનનું અસ્તિત્વ જ ન હોત: ફારુક અબ્દુલ્લા:પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ યાદ રાખવું જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નહોતું લડવા માંગતું તો તેમણે જ ઝંડો ઉઠાવ્યો હતો access_time 1:14 am IST

  • રાજકોટમાં વાતાવરણ એકદમ ગોરંભાયુઃ વિજળીના જોરદાર કડાકા-ભડાકા : ભારે વરસાદને લીધે પડધરીમાં કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયા : રાજકોટના પડધરીમાં ભારે વરસાદ : કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયાઃ ભારે પવનથી એક ઝાડ પણ તૂટી ગયાનું જાણવા મળે છે : પડધરીના ખાખડાબેલા ગામે તોફાની પવન સાથે ભારે વરસાદ ચાલુ : કરા પડતા મકાનની દિવાલ ધરાશાયી : ધ્રોલના લતીપર ગામે પણ ધોધમાર વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે access_time 4:12 pm IST