Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

લોકસભા ચૂંટણી કાઉન્ટ ડાઉન

યુપી : બીજા ચરણમાં માયાવતી અને વડાપ્રધન નરેન્દ્ર મોદી વચ્ચે સીધો જંગ

આઠ લોકસભા સીટ પર ૧૮મીએ મતદાન : બીજા તબક્કામાં નગીના, અમરોહા, બુલંદશહેર, આગરા, અલીગઢ અને ફતેપુર સિકરી સીટ પર બસપના ઉમેદવાર

મેરઠ,તા. ૧૪ : લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં પશ્ચિમી ઉત્તરપ્રદેશની આઠ લોકસભા સીટ પર ગુરુવારના દિવસે બીજા તબક્કામાં મતદાન થનાર છે. આમાથી છ સીટો પર બસપના વડા માયાવતી અને વડાપ્રધન નરેન્દ્ર મોદી વચ્ચે સીધી સ્પર્ધા રહેનાર છે. ગઠબંધન હેઠળ નગીના, અમરોહા, બુલંદ શહેર, અલીગઢ, આગરા અને ફતેપુરસિકરી સીટ પર બસપના ઉમેદવાર મેદાનમાં છે જ્યારે હાથરસ સીટ પર સમાજવાદી પાર્ટના ઉમેદવાર મેદાનમાં છે. આવી જ રીતે મથુરા સીટ પર આરએલડીના ઉમેદવાર મેદાનમાં છે. વર્ષ ૨૦૧૪માં આ સીટો ઉપર મોદી લહેર વચ્ચે ભાજપે જોરદાર જીત મેળવી હતી. ગૌહત્યાના શકમાં તાજેતરમાં જ હિંસા બાદ આ સીટ ઉપર દેશની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ગૌહત્યાને લઇને આશંકા બાદ હિંસા ભડકી ઉઠ્યા બાદ આ અનામત બેઠક પર બસપના યોગેશ વર્મા, ભાજપના વર્તમાન સાંસદ ભોલા સિંહ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બંસીસિંહ વચ્ચે સીધી સ્પર્ધા છે. આ સીટ ઉપર કુલ ૧૭ લાખથી વધારે મતદારો છે. જેમાંથી આશરે ૭૭ ટકા હિન્દુ અને ૨૨ ટકા મુસ્લિમ વસતીના લોકો છે. બસપ અને ભાજપ વચ્ચે સીધી સ્પર્ધા ધનાર છે. સાંસદ ભોલાસિંહને લઇને આ વિસ્તારના લોકો નાખુશ દેખાઈ રહ્યા છે. તેઓ મોદીના નામ ઉપર મત માંગી રહ્યા છે જ્યારે યોગેશ વર્મા દલિત-મુસ્લિમ સમીકરણ અને ગઠબંધનના આધાર પર જીત મેળવવાની આશા ધરાવે છે. અલીગઢ, ફતેપુર સિકરી, આગરા, અમરોહાની બેઠક ઉપર બંને પાર્ટીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા થનાર છે. અલીગઢમાં ભાજપે વર્તમાન સાંસદ સતીષ ગૌત્તમ અને બહુજન સમાજ પાર્ટીએ અજિત બાલિયાનને ટિકિટ આપી છે. કોંગ્રેસ પાર્ટી તરફથી ચૌધરી વિજેન્દ્રસિંહ ચૂંટણી મેદાનમાં છે. ફતેપુર સિકરીમાં ભાજપ તરફથી રાજકુમાર ચાહર અને બહુજન સમાજ પાર્ટીના ગુડ્ડુ પંડિત વચ્ચે સ્પર્ધા છે. કોંગ્રેસ તરફથી પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર મેદાનમાં હોવાથી આ સીટ પર સ્પર્ધા તીવ્ર બની ગઈ છે. ભાજપે સાંસદ બાબુલાલની ટિકિટ કાપી નાંખી છે અને નવા ચહેરાને ટિકિટ આપી છે. ભાજપ ઉમેદવાર રાજકુમાર રાષ્ટ્રવાદ અને મોદીના ચહેરાને આગળ લઇને જીતના દાવા કરી રહ્યા છે. બીજી બાજુ ગુડ્ડુ પંડિત ગઠબંધનના સમીકરણને બેસાડીને જીતવા માટેના દાવા કરી રહ્યા છે.

કોંગ્રેસ રાજ બબ્બર જેવા મોટા ફિલ્મ સ્ટાર મારફતે આ સીટ ઉપર કબજો કરવા ઇચ્છુક છે. આગરાની અનામત સીટ પર ભાજપ અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે સીધી સ્પર્ધા છે. બહુજન સમાજ પાર્ટીએ મનોજ સોની, ભાજપ તરફથી બઘેલ અને કોંગ્રેસ તરફથી પ્રિતા હરિતને ટિકિટ આપવામાં આવી છે. બહુજન સમાજ પાર્ટીના પ્રભાવવાળા ક્ષેત્ર હોવાથી અહીં બસપની આશા દેખાઈ રહી છે. બીજી બાજુ બસપમાં રહી ચુકેલા બઘેલ પોતાની વોટબેંકને ભાજપની તરફેણમાં લાવી શકશે તેવી આશા પાર્ટીના લોકો જોઇ રહ્યા છે. રાષ્ટ્રવાદના હથિયાર, મોદી મેજિક અને બઘેલના આ વિસ્તારમાં પ્રભુત્વને લઇને ભાજપ દ્વારા જીતનો દાવો કરવામાં આવી રહ્યો છે. દેશમાં લોકસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. ૧૧મી એપ્રિલના દિવસે પ્રથમ તબક્કામાં મતદાન થઇ ચુક્યું છે. હવે ૧૮મીના દિવસે બીજા તબક્કામાં મતદાન થશે. વધુ તાકાત લગાવવા તમામ પક્ષો તૈયાર છે.

(12:00 am IST)
  • કુવાડવામાં વરસાદ ચાલુ : રાજકોટના રૈયા ગામ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વરસાદ ચાલુ access_time 4:13 pm IST

  • વડાપ્રધાન મોદી 23 એપ્રિલના રોજ પોતાનો મત, રાણીપ - અમદાવાદ ખાતે નિશાન વિદ્યાલયના પોલિંગ બુથ પર સવારે 7-30 વાગ્યે આપશે જશે તેમ જાણવા મળે છે. access_time 10:57 pm IST

  • સળગતા બાઇક પર સવાર દંપતિનો ચાર કિમિ પીછો કરીને પોલીસે જીવ બચાવ્યો ::વિડિઓ વાયરલ : ઇટાવાની નજીક એક્સપ્રેસ-વે પર ઉત્તર પ્રદેશ પોલીસની ડાયલ 100 ટીમની પ્રશંસનીય કામગીરી : બાઇક સવાર પર નજર પડી. જેમાં બાઇકમાં આગ લાગેલી હતી:. બાઇકમાં લાગેલી આગ જોઇને પોલીસે બાઇક સવાર દંપતિને જાણ પીછો કર્યો ;બાઈક રોકાવી આગને કાબુમાં લઇને દંપતીનો જીવ બચાવ્યો : આગને કારણે બાઈક બ્લાસ્ટ થવાની હતી ભીતિ access_time 1:17 am IST